Site icon Revoi.in

PM મોદીનો શુક્રવારે જન્મદિવસઃ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્લેજનું આયોજન

Social Share

અમદાવાદઃ આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જેથી ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે. તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વડાપ્રધાનના જન્મ દિવસની આગવી ઢબે ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં પણ અંગદાન ચેરીટેબલ દ્વારા પણ અંગદાન પ્લેજનું આયોજન કરવામાં આવ્યું છે.

https://www.facebook.com/100000793126628/videos/6555512081186258/

લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના અભિયાન સાથે જોડાયેલા ડો.કિંજલ દેસાઈએ જણાવ્યું હતું કે, લોકો રક્તદાન અને નેત્રદાન વિશે જાણે છે પરંતુ અંગદાન અંગે હજુ લોકોમાં જાગૃતિ ઓછી છે. બ્રેનડેડ વ્યક્તિના અંગોદાનમાં મેળવીને અન્ય 8 વ્યક્તિઓની જીંદગી બચાવી શકાય છે. અંગદાન દેવદૂત સમાન હોય છે. જેથી અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દિલીપ દેશમુખજીની પ્રેરણાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્લેજનું આયોજન કરવામાં આવ્યું છે. www.angdaan.org  વેબપેજ પર તા. ૧૭ સપ્ટેમબરે ક્લીક કરીને અંગદાન પ્લેજ કરી આપનું ઈ- સર્ટીફીકેટ મેળવવા વિનંતી છે. અગ્નિદાહ પહેલા અંગદાન કરીએ.. માનવતાનું મહાદાન કરીએ..

Exit mobile version