Site icon Revoi.in

કોરોનામાં નિરાધાર બનેલા  બાળકોને PM મોદીની ભેટ- પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન હેઠળ બાળકોને શિષ્યવૃત્તિ અપાઈ

Social Share

દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોરોના સમયગાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને સશક્ત બનાવવા માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પીએમ કેર્સ ફંડમાંથી અનાથોના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ મોકલવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર અનાથ બાળકોની સાથે અમે છે.અમે બાળકોને કોઈપણ રીતે મદદ કરીશું.

આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે હું તમારી સાથે પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. હું જાણું છું કે જે લોકોએ કોરોનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે. આપણી પાસેથી જે જતા રહે છે તેની થોડીક જ યાદો છે, પણ જે બાકી છે, તેની સામે પડકારો છે.

વડાપ્રધાને કહ્યું, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે. દરેક દેશવાસી અત્યંત સંવેદનશીલતા સાથે તમારી સાથે છે એ હકીકતનું પણ પ્રતિબિંબ છે. બાળકોના સારા શિક્ષણ માટે તેઓને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે, ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય, તો PM Cares તેમાં પણ મદદ કરશે.

પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાઓ દ્વારા આવા બાળકો માટે અન્ય દૈનિક જરૂરિયાતો માટે દર મહિને રૂ. 4000ની જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે આવા બાળકો તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરશે, ત્યારે ભવિષ્ય માટે વધુ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તમે 23 વર્ષના થશો તો તમને એકસાથે 10 લાખ રૂપિયા મળશે., જો બાળક બીમાર પડે તો તેને સારવાર માટે પૈસાની જરૂર પડે છે. જેથી બાળકોએ ચિંતા કરવાની જરૂર નથી. આયુષ્માન હેલ્થ કાર્ડ તમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આપવામાં આવી રહ્યું છે, તે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા આપશે.

Exit mobile version