Site icon Revoi.in

પ. બંગાળની રેલીમાં એવું તો શું થયું, પીએમ મોદીને 14 મિનિટમાં ખતમ કરવું પડયું ભાષણ!

Social Share

વડાપ્રધાન મોદીની વાકપટુતાને તેમના વિરોધીઓ પણ વખાણે છે. ચૂંટણીના કાઉન્ટડાઉનના રાજકીય ગરમાવા વચ્ચે વડાપ્રધાન મોદીને ઘમાં કલાકો સુધી ભાષણો કરતા આપણે જોયા છે. પરંતુ પશ્ચિમ બંગાળના ઠાકુરગઢમાં વડાપ્રધાન મોદીએ માત્ર 14 મિનિટનું જ ભાષણ આપ્યું હતું.

દુર્ગાપુરની રેલીમાં હકડેઠઠ્ઠ ભીડને કારણે સ્થિતિ બેકાબુ થવા લાગી હતી. ભીડ એટલી વધારે હતી કે વહીવટી તંત્ર મટે તેને સંભાળવી એક પડકાર બની ગયો હતો. માટે વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ ઝડપથી માત્ર 14 મિનિટમાં જ પૂર્ણ કરી દીધું હતું.

વડાપ્રધાન મોદીએ ઠાકુરગઢની રેલીની સાથે આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગાપુરમાં 294 કિલોમીટર લાંબા અંદલ-સેંથિયા-પાકુર-માલદા રેલવે સેક્શનના ઈલેક્ટ્રિફિકેશનને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.

રેલી દરમિયાન તેમણે ભીડને જોઈને કહ્યુ હતુ કે આ દ્રશ્ય જોઈને મને સમજમાં આવી રહ્યું છે કે દીદી હિંસા પર કેમ ઉતરી આવ્યા છે. આ તમારો પ્રેમ છે કે લોકશાહીને બચાવવાનું નાટક કરનારા લોકો લોકશાહીની હત્યા કરવા પર ઉતરી આવ્યા છે. વડાપ્રધાન મોદીએ ભીડને કહ્યુ હતુ કે મેદાન નાનું પડયું છે. તમે જ્યાં છો, ત્યાં જ ઉભા રહો. બાદમાં તેમણે ભારતમાતા કી જય-ના જયકારા લગાવ્યા હતા.

રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે તેમની સરકાર નાગરીકતા કાયદો લાવી છે. અમે ઈચ્છીએ છીએ કે આને સંસદમાં પાસ કરી દેવામાં આવે, અમે આપણા ભાઈઓ અને બહેનોને ન્યાય અપાવવા માંગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યુ છે કે તમે જોયું હશે કે હમણા કેટલાક રાજ્યોમાં ખેડૂતોની કર્જમાફીનું એલાન કરીને ચૂંટણી જીતવામાં આવી. બધાં જોઈ રહ્યા છે કે જેમણે ક્યારેય કર્જ લીધું નથી, તેમના પણ કર્જમાફ થઈ રહ્યા છે. જેમણે કર્જ લીધું, તેમના 13 રૂપિયાનું કર્જમાફ થઈ રહ્યું છે. તે પણ મધ્યમપ્રદેશમાં થઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ છેકે આપણા દેશમાં ખેડૂતોની કર્જમાફીની વાત કરીને ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાની કામગીરી થઈ રહી છે. આવા લોકો દશ વર્ષે એકવાર કર્જમાફી કરીને તેમની છેતરપિંડી કરે છે. કેટલાક લોકોને જ આનો લાભ મળી શકતો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પરંતુ હવે કોઈ વચેટિયા નથી. હવે તમને સમજમાં આવી રહ્યુ હશે કે મોદી બેંક ખાતે ખોલાવવા પર કેમ ભાર મૂકી રહ્યા છે. બજેટ પર ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ બજેટ તો એક શરૂઆત છે. ચૂંટણી બાદ જ્યારે પૂર્ણ બજેટ આવી જશે, ત્યારે ખેડૂતો, કામદારોની તસવીર વધુ બદલાઈ જશે.