1. Home
  2. Tag "rally"

ભારતીય શેર બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ

મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ખુલ્યા છે. સેન્સેક્સ 537 પોઈન્ટના શરુઆતી ઉછાળા સાથે 74 હજાર 413ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 157 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 592ની સપાટીએ ખુલ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, […]

ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી, સરકારી મોબાઈલફોન પરત કરી દેવાયા

ગાંધીનગરઃ રાજ્યના આંગણવાડી મહિલા કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.અને સરકાર સામેની લડતનાં ભાગરૂપે નક્કી થયા મુજબ મહિલાઓ રેલી યોજી આઈસીડીએસની કચેરીએ આવી પહોંચી હતી.જો કે સંબંધિત જવાબદાર અધિકારી હાજર નહીં હોવાથી આંગણવાડીની બહેનોએ અરજી લખીને […]

રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા રેલી કાઢી

રાજકોટઃ  શહેરમાં દિવાળીના તહેવારો ટાણે જ આંગણવાડીના કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા માટે વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરની આંગણવાડીની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ શહેરના જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી થાળી-વેલણ વગાડી રેલી યોજી હતી અને લઘુતમ વેતન […]

ઈઝરાયલ ઉપર હુમલોઃ પેલેસ્ટાઈનના સમર્થનમાં અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિરોધીએ રેલી યોજી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેની ભારત સહિતના દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશની જાણીતી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપના સાંસદ સતીશ ગૌતમે વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને પોલીસ પાસે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો […]

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારોની કાયમી ભરતી ન કરાતા રેલી યોજાઈ

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વખતથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરતી નથી. કોન્ટ્રાક્ટ પર કે રોજમદાર તરીકે સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે છે.  સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માગ સાથે વાલ્મીકિ સમાજ દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરાઈ રહી છે, જોકે વર્ષો બાદ પણ તેમની આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતાં વાલ્મીકિ સમાજ દ્વારા રેલી […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા  મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આસ્ટોડિયા થઈ અને મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ સુધી રેલી કાઢવામાં આવી હતી.  મ્યુનિ, કર્માચારીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર, ઈમરાન સહિત ચાર વ્યક્તિ ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં ઈમરાન સહિત 4 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈમરાનખાનને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઈમરાનખાનને પગમાં ઈજા […]

સુરતમાં રત્ન કલાકારોની પડતર માગણીઓને લીધે રેલી યોજાય તે પહેલા જ પોલીસે કરી અટકાયત

સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રત્નકલાકારોના અનેક પ્રશ્નો છે. અને તેમની  પડતર માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. અને કતારગામ દરવાજા ખાતેથી રેલીનું  આયોજન કરાયું હતું. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી. સુરત શહેર […]

અમદાવાદમાં સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિશાળ રેલી યોજાઈ, કલેકટરને આવેદન

અમદાવાદઃ રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજુઆતો કર્યા બાદ હવે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શનિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં કર્મચારીઓની રેલી યોજાઈ હતી. જેમાં આમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. કર્મારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code