Site icon Revoi.in

પીએમ મોદીએ સત્તામાં 9 વર્ષ પુરા થવા પર કર્યું ટ્વિટ – કહ્યું ‘કૃતજ્ઞતા-નમ્રતાથી અભિભૂત, સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સત્તામાં વડાપ્રધાન તરીકે સફળ રીતે 9 વર્ષ પૂર્ણ કરીને 10માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.આ પ્રસંગે આજરોજ મંગળવારે પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે અને કહ્યું કે તેમનો દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવાની ઈચ્છા દ્વારા માર્ગદર્શન આપે છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના સત્તામાં 9 વર્ષ પુરા થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં  આવી રહ્યું છે જે એક મહિનો ચાલશે આજરોજ 30મી મેથી 30મી જૂન સુધી ભાજપનું આ અભિયાન શરુ રહેશે.

પોતાના સત્તામાં નવ વર્ષ પુરા થવા પર પીએમ મોદીએ આજરોજ કહ્યું કે ‘કૃતજ્ઞતા-નમ્રતાથી અભિભૂત થઈને સખત મહેનત આગળ પણ અમે કરતા રહીશું’,મોદીએ કહ્યું કે તેમનો દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવાની ઈચ્છા દ્વારા માર્ગદર્શન આપે છે.

આ સહીત આજરોજ પીએમ મોદીએ ટ્વિટ કરીને એમ પણ કહ્યું કે “આજે, જ્યારે આપણે રાષ્ટ્રની સેવાના નવ વર્ષ પૂર્ણ કરીએ છીએ, ત્યારે હું કૃતજ્ઞતા અને વિનમ્રતાથી અભિભૂત છું. જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે પણ કાર્યો  કરવામાં આવ્યા હતા, તે બધા લોકોના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે કરાયા હતા.” આગળ પણ વિકસિત ભારત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે જ્યારથી દેશના વડાપ્રધાનના પદ પર પીએમ મોદી આવ્યા છે ત્યારથી દેશની દશા અને દિશા બન્ને સુધરી છે,મહિલાઓથી લઈને ગરિબ પરિવાર માટે અનેક યોજનાઓ મોદીજીએ વિકસાવી છે તો સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ અનેર માર્ગ મોકળા કર્યા છે તો વળી વિદેશ સાથેના સંબંધો પણ સારા બનાવ્યા છે જેથી વિદેશમાં વસતા ભારતીયોને તેનો લાભ મળે છે.

આ સહીત ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આટલા વર્ષ દરમિયાનના પીએમ મોદીના કાર્યની પ્રસંશાો કરી છએ તેમણે કહ્યું કે આજે ભારતની સરહદો સુરક્ષિત છે, તે માત્ર મોદી સરકારની ભેટ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર અલગતાવાદ, આતંકવાદ અને નક્સલવાદ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળ રહી છે. સીએમ યોગીએ કહ્યું કે મોદી સરકારમાં દેશના લોકોનું જીવન સુધર્યુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશે ખૂબ જ ઝડપથી વિકાસ કર્યો છે.ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી પણ મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે  030 મે આજથી  30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવશે