Site icon Revoi.in

પીએમએ ભારતીય નાગરીક ઉડ્ડયનની પ્રશંસા કરી,આ છે કારણ

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની માત્ર દૈનિક 4 મુસાફરોના આંકને જ નહીં, પણ કોવિડ 19 પહેલાંના કાળથી અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા હાંસલ કરવા બદલ પ્રશંસા કરી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે,જે ‘ઇઝ ઑફ લિવિંગ’ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વીટને ટાંકીને વડાપ્રધાને કહ્યું; “મહાન સંકેત. અમારું ધ્યાન સમગ્ર ભારતમાં કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાનું છે, જે ‘ઇઝ ઑફ લિવિંગ’ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.”

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) સિવિલ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલય હેઠળ ભારતમાં નાગરિક ઉડ્ડયન સેવા ઊભી કરવા, સુધારવા તેમજ તેની જાળવણી અને વ્યવસ્થા કરવા માટે જવાબદાર છે. તે ભારતીય હવાઈ સીમા (એરસ્પેસ) અને આસપાસના દરિયાઈ વિસ્તારો પર એર ટ્રાફિક મેનેજમેન્ટ (એટીએમ) સેવાઓ પૂરી પાડે છે. તે ૧૮ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો, ૭ કસ્ટમ્સ વિમાનમથકો, ૭૮ આંતરિક વિમાનમથકો, ૨૬ સિવિલ એન્ક્લેવ અને લશ્કરી એરફિલ્ડસ સહિત કુલ  ૧૨૫ વિમાનમથકોનું વ્યવસ્થાપન કરે છે.