Site icon Revoi.in

રાજઘાની દિલ્હીમાં તહેવારોને લઈને આતંકી હુમલાની શંકા, પોલીસ કમિશ્નરે અઘિકારીઓ સાથે ખાસ બેઠક યોજી – પોલીસ હાઈ એલર્ટ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં દિવાળી જેવો દેશનો પ્રિય અને મોટો તહેવાર આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આવનારા તહેવારોને લઈને આતંકી હુમલાોની શંકાઓ સેવાઈ રહી છે,જેને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી ઠે.

વિતેલા દિવસને શનિવારના રોજ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. દિલ્હી પોલીસે આપેલી માબહિતી પ્રમાણે આવનારા તહેવારોની સીઝનમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી હુમલાના ઈનપુટને જોતા આતંકવાદ વિરોધી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આતંકવાદીઓને સ્થાનિક લોકોનો ટેકો લેવાથી કેવી રીતે રોકી શકાય તે અંગેની પણ ખાસ ચર્ચા કરી હતી.

જો કે, તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હુમલાખોરોને સ્થાનિક સમર્થન ન મળે ત્યાં સુધી આ પ્રકારનો હુમલો ન  જ થઈ શકે. “સ્થાનિક ગુનેગારો, ગુંડાઓ અને રૂ ઢીચુસ્ત તત્વો આ પ્રકારના હુમલામાં મદદ કરી શકે તેવી સંભાવનાઓ છે.”

પોલીસ કમિશનરે  આ બેઠકમાં ખાસ જણાવ્યું હતું કે, “સાયબર કાફે, કેમિકલ શોપ્સ, પાર્કિંગ લોટ, જંક અને કાર ડીલરોની વ્યવસાયિક તપાસ અને દેખરેખ રાખવી જોઈએ. એવા ઈનપુટ્સ છે કે પેટ્રોલ પંપ અને પેટ્રોલ ટેન્કરોને નિશાન બનવવામાં આવી શકે છે.” તેમણે ભાડૂતો અને કામદારોની ચકાસણી માટે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

કોમ્યુનિટી પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, પોલીસ આરડબલ્યૂએ, અમન સમિતિઓ સાથે બેઠક કરશે અને ‘આંખ ઓર કાન યોજના’ ના હિતઘારકો સાથે સંકલન કરશે, જેમ કે શેરી વિક્રેતાઓ અને ચોકીદારો સાથે ખાસ સંપર્ક બનાવીને  સ્થિતિ તેમજ અજાણ્યા શખ્શોનો તાત મેળવાશે.

ઉલ્લેખનીય છે કે આતંકીઓ આ પ્રકારના મોટા તહેવારો વખતે દેશની શાંતિ ભંગ કરવાના નાપાક ઈરાદોને અંજામ આપવાના પ્રયત્નો કરવાના ફિરાકમામં જ હોય છે જો કે પોલીસ ખડેપગે રહીને સતર્ક રહીને પોતાની કામગીરી કરી રહી છે,ત્યારે હવે દેશની રાજધાનીમાં સુરક્ષા પણ વધારવામાં આવશે.