Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં પોલીસે IED બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ બનાવ્યું – બે આતંકીઓની કરાઈ ધરકપડ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર દેશનો એવો વિસ્તાર છે કે જ્યા પાકિસ્તાની આકંતીઓની હરક્ષણ નજર રહેતી હોય છએ અહીની શાંતિ ભંગ કરવાના તેઓ સતત પ્રત્યનમાં લાગેલા હોય છે જો કે સેના અને પોલીસના સહયોગથી કેટલાક આતંકવાદીઓના નાપાક ઈરાદા પણ પાણી ફરી વળે છે ત્યારે હાલ જમ્મું કાશ્મીરમાં પોલીસે બે હાઈબ્રિડ આતંકીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસે  બે હાઈબ્રિટ આતંકીઓની અટકાયત કરી છે જેઓ બાંદીપોરામાં IED બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં સામેલ હતા. સૈન્ય અને પોલીસ દ્વારા સમયસર આઈડીડી રિકવર કરવાને કારણે સોપોર-બાંદીપોરા હાઈવે પર અંજામ આપવામાં આવેલા નાપાક ઈરાદા પર પાણી ફળી વળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ પોલીસે બે આતંકીઓ પાસેથી જપ્ત કરેલી સામગ્રીમાં ગેસ સિલિન્ડરમાં 16 કિલો IED છુપાવવામાં આવ્યું હતું. તે હાઈવે પર સુરક્ષા દળો દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતા વાહનોને નિશાન બનાવવા માટે મૂકવામાં આવ્યું હતું.

આ સહીત પોલીસે કેનુસા બાંદીપોરામાં તાજેતરમાં થયેલા IED બ્લાસ્ટ કેસને ઉકેલી લીધો છે. બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની ઓળખ ઈર્શાદ ગની અને શાહિદ ઉર્ફે વસીમ રાજા તરીકે થઈ છે. તેમની પાસેથી ડિટોનેટર સાથે બે રિમોટ કંટ્રોલ આઈઈડી મળી આવ્યા છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.