Site icon Revoi.in

માછીમારોને દરિયો ન ખેડવાની સુચના છતાં માછીમારી કરતી 17 બોટને પોલીસે પકડી પાડી

Social Share

ભૂજઃ રાજ્યમાં ગુલાબ બાદ શાહીન નામના વાવાઝોડાને કારણે દરિયો તોફાની બને તેમ લાગતાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વાવઝોડુ પાકિસ્તાન તરફ ફંટાતા રાહત થઈ હતી પણ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. છતાં લખપતના સમૃદ્રમાં લકીનાળા પાસે માછી મારી કરી રહેલી 17 બોટને નારાયણ સરોવર પોલીસે ઝડપી પાડી હતી. માછીમારોના પોલીસે નિવેદનો લીધા બાદ આ અંગે મત્સ્યઉદ્યોગની કચેરીને આગળની કાર્યવાહી માટે જાણ કરાઇ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નારાયણ સરોવર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે લકી નાળા પાસેથી 17 બોટો માછી મારી કરી મળી આવી હતી. આ બોટોમાંથી નાની મોટી માછલીઓ અને માછલી મારવાની ઝાળીઓ દરિયામાં લગાવેલી જોવા મળતાં નારાયણ પોલીસે તમામ બોટોના માછીમારોને પકડી પોલીસ મથકે લઇ આવી તેમના નિવેદન લીધા હતા.  અને આગળની કાર્યવાહી માટે મત્સ્યઉદ્યોગની કેચરીને જાણ કરાઇ હતી. તો, નારાયણ સરોવર અલજીલાની મંડળીના પ્રમુખ આરબ ભાડાલાએ મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં માછી મારી પર પ્રતિબંધ હોવાથી તેનું પાલન કરી માછીમારી કરવાનું બંધ રાખેલ છે. ત્યારે આ વિસ્તાર સ્થાનિક માછીમારીઓનો હોવા છતાં બહારના માછીમારો અહીં આવીને માછી મારી કરી રહ્યા છે. જો સ્થાનિક લોકો માછીમારીનું પાલન કરે અને બહારથી માછીમારો આવી નિયમનો ભંગ કરી માછીમારી કરી જાય તે અમારા સાથે અન્યાય થયો હોવાની વાત છે. તો નિયમોનું પાલન તમામ માછીમારો કરે તેવો ખુલાસો મત્સ્યદ્યોગ તરફથી કરવામાં આવે તેવી માંગ કરી હતી.