Site icon Revoi.in

પોલીસ કર્મચારીઓ હવે સોશ્યલ મીડિયામાં પોતાની રિલ્સ, કે વિડિયો મુકી શકશે નહીં,

Social Share

ગાંધીનગર :  ગુજરાત પોલીસના કર્મચારીઓમાં શિસ્ત જળવાઈ રહે તે જરૂરી છે. પોલીસ મેન્યુઅલમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્ય પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ સોશિયલ મીડિયામાં વટ પાડવા માટે સિંઘમ બનીને વર્દી સાથેના ફોટા મુકતા હોય છે. એક મહિલા કર્મચારીને સોશિયલ મીડિયાનું એટલુંબધું વલગણ થઈ ગયું છે. કે પોલીસ યુનિફોર્મમાં પોતાની રિલ્સ મુકતી હોય છે. તેના લીધે શીસ્તબદ્ધ ગણાતા પોલીસની આબરૂંના ધજીયા ઊડતા હોય છે. આથી પોલીસે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આ નવી આચાર સંહિતામાં જણાવ્યું કે, સંદર્ભ-(૧) અને (૨)માં દર્શાવેલ આદેશોથી પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની આચારસંહિતા બહાર પાડવામાં આવેલ હતી, પરંતુ, Information and Communicat Technology માં ત્વરિત ગતિએ થતા બદલાવોને ધ્યાને રાખી ગુજરાત પોલીસના સદસ્યો માટેની સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતની આચારસંહિતામાં સુધારો કરવા અંગે વિચારણા હેઠળ હતી. જે બાબતે નવી આચારસંહિતા, 2023 બહાર પાડવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસના દરેક સંવર્ગના પોલીસ અધિકારી/ કર્મચારીઓ જયારે તેઓ સત્તાવાર અને ખાનગી ઉપયોગમાં સોશિયલ મીડિયાનો ભાગ બને છે. ત્યારે આ આચારસંહિતા લાગુ પડશે. સોશિયલ મીડિયાની તમામ સોશિય- નેટવર્કિંગ સાઈટ્સ આ પરિપત્રના ઉપયોગમાં સમાવિષ્ટ છે. જેવી કે ફેરાબુક-માઇક્રો બ્લોગિંગ સાઇટ્સ જેવી કે – ટ્વિટર ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ જેવા કે – વોટ્સએપ અને ટેલિગ્રામના ગ્રુપ્સ, વીડિઓ શેરીંગ સાઈટ્સ જેવી કે – યુ- ટ્યુબ, જો કે, આ પરિપત્રમાં એ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જેમાં મોબાઇલ આધારિત એવું કોઈ પણ પ્લેટફોર્મ જેના થકી કોઇ વ્યક્તિ અથવા એજન્સીને પારસ્પરિક (ઇન્ટરેક્ટિવ) રૂપે વાતચીત કરવા માટે સક્ષમ બનાવે છે અને વપરાશકર્તા દ્વારા નિર્માણ કરેલી સામગ્રીનું વિનિમય કરી શકાય છે. હવે ગુજરાત પોલીસના કોઈ પણ કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ કે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર નહિ કરી શકે. તેમજ પોલીસ કર્મચારીઓ સરકાર વિરુદ્ધ કોઈ પણ ટીકા કે ટિપ્પણી સોશિયલ મીડિયા પર પણ નહિ કરી શકે.

Exit mobile version