Site icon Revoi.in

ગુજરાતમાં ગૃહ મંત્રીના આદેશ બાદ છેલ્લા 4 દિવસમાં પોલીસે 2406 હોટલ અને સ્પામાં દરોડા પાડ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરની હોટલ અને સ્પા સેન્ટર પર ગુજરાત પોલીસે ઘોંસ બોલાવી છે. છેલ્લા ત્રણ દિવસમાં 279 આરોપીઓ સામે ગુના દાખલ કરી 204 એફઆઈઆર નોંધવામાં આવી છે. 183 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ સ્પેશિયલ ડ્રાઇવમાં ત્રણ દિવસમાં અલગ અલગ 2 હજારથી વધુ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે. છેલ્લા ચાર જ દિવસમાં પોલીસે કુલ 2406 હોટલ-સ્પામાં દરોડા પાડીને 200 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને 225 એફઆઈઆર નોંધી છે. પોલીસ દ્વારા 32 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ પણ રદ કરી દેવાયાં છે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં તાજેતરમાં એક સ્પા ગર્લને સ્પાના માલિક દ્વારા જાહેરમાં મૂઢ માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સામે સવાલો ઉભા થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને સ્પામાં ચાલતા ગોરખધંધા બંધ કરાવવા માટે દરોડા પાડવામાં આવ્યા હતાં. ત્યારે રાજ્યમાં પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસમાં કુલ 2406 હોટલ-સ્પામાં દરોડા પાડીને સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. દરોડા પાડ્યા બાદ 225 જેટલી એફઆઈઆર કરવામાં આવી છે અને 200 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. તે ઉપરાંત 32 જેટલી હોટેલ અને સ્પાના લાયસન્સ પણ રદ કરી દેવાયાં છે. ગૃહ વિભાગે પોલીસને ગેરકાયદે સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપી હતી. ત્યાર બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારના શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. પોલીસે 18 ઓક્ટોબર બાદ 851 રેઇડ કરીને 152 લોકો સામે 103 ગુનાઓ દાખલ કર્યા હતાં. તે ઉપરાંત પોલીસે 105 આરોપીઓની ધરપકડ કરીને 27 જેટલા સ્પા અને હોટલના લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.