1. Home
  2. Tag "In Gujarat"

ગજરાતમાં સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, વરૂ, ચિંકારા સહિતની વસતી 5.65 લાખ

ગુજરાતમાં વન્ય-જળચર પ્રાણીઓનો સમૃદ્ધ વારસો ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ નોંધાઈ રાજ્યના 13 જિલ્લામાં 2217 ચો. કિ.મી.ના વિસ્તારમાં અંદાજે 222 વરૂનો વસવાટ ગાંધીનગરઃ ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. […]

ગુજરાતમાં ઉનાળાના આગમનના એંધાણ, તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો

હવામાન વિભાગ કહે છે. આ વખતનો ઉનાળો આકરો રહેશે લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો 15મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં હવે શાળાની વિદાય અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. તાપમાનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સુરતમાં 34.4 ડિગ્રી, રાજકોટમાં 34.6 ડિગ્રી, ભૂજમાં 35.2 ડિગ્રી અને અમદાવાદમાં 33.4 […]

ગુજરાતમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને કર મુક્ત કરાઈ

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર આવેલા થિએટરમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકરે ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સાથે આ ફિલ્મ નિહાળી હતી. ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો આધારિત બનેલી આ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ છે. ફિલ્મ નિહાળવાના પ્રસંગે અમદાવાદના […]

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આયુષ્યમાન યોજના પાછળ 9993 કરોડ ખર્ચાયા

ગુજરાતમાં 46 લાખ દર્દીઓએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લીધો, દર્દીઓને યુરોલોજીમાં 678 કરોડ અને કાર્ડિયોલોજીમાં 650 કરોડની સહાય ચુકવાઈ ગુજરાતમાં 2,61 કરોડ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે અમદાવાદઃ ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારી તેમજ કેટવીક ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે છે. આ યોજના ગંભીર બિમારીના ગરીબ પરિવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની […]

ગુજરાતમાં ગરમીમાં ક્રમશઃ નોંધપાત્ર વધારો, વીજ માંગ વધી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે જેથી મોટાભાગના જળાશયો છલકાયાં છે. જો કે, ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે વીજળીની માંગ પણ વધી હોવાનું જાણવા મળે છે. ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું.આગામી ત્રણ દિવસમાં […]

ગુજરાતમાં 1903 સ્ટાફ નર્સની સીધી ભરતી થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે તા. 5 ઑક્ટોબર બાદ ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ […]

વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આગમનથી તંત્રનો ધમધમાટ

• વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, • સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે, • ભાજપના નેતાઓ સાથે ગોષ્ઠિ કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આજે સાંજે વડાપ્રધાન ગુજરાત આવશે અને 17 તારીખે ગુજરાતથી રવાના થશે. વડાપ્રધાન બે દિવસની મુલાકાત દરમિયાન 10 હજાર કરોડના વિકાસના કોમોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, […]

ગુજરાતમાં વરસાદી આફતથી થયેલા નુકસાનીના આંકલન માટે કેન્દ્ર સરકારે ટીમ બનાવી

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમ (આઇએમસીટી)ની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25-30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યને ભારેથી […]

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ રીસ્ટોરેશન કામગીરી ઉપરાંત સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 366 જેટલી સગર્ભા બહેનોમાંથી 52 સગર્ભા બહેનોની પ્રસૂતિ તારીખ નજીક હોવાથી યોગ્ય […]

ગુજરાતઃ અનેક શહેરો-નગરોમાં ભારે વરસાદની આગાહી, દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચના

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા કેટલાક લોકો બેઘર બન્યા છે, તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. તો વડોદરા, નડિયાદ સહિત અનેક શહેરોમાં ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે. જોકે આગામી બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code