Site icon Revoi.in

તહેવારના સમયમાં પોલો ફોરેસ્ટ પણ બન્યું પ્રવાસીઓની પસંદગી, દેશના વિવિધ રાજ્યોમાંથી લોકોની ભીડ જામી

Social Share

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોલો ફોરેસ્ટ પણ એ સ્થળ છે જ્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા, તહેવારના સમયમાં બધા લોકો ફરવા નીકળી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તે બાજુ પણ વળ્યા હતા.

તહેવારોની રજા માણવા વિવિધ શહેરોમાંથી લોકો પોલો ફોરેસ્ટ આવી પહોંચ્યા હતા.. પોલો ફોરેસ્ટ અને પર્વતોની સુંદરતાંએ પ્રવાસીઓ માટે આકર્ષણ છે. અમદાવાદ અને મધ્યગુજરાતના અનેક પ્રવાસીઓ અહીં કુદરતી સૌદર્યને માણવા માટે આવે છે. આમ, દિવાળીની રજાના દિવસોમાં પ્રતિદિન દસ હજારથી પણ વધુ લોકો પોલો ફોરેસ્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સાથે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકો પોતાના ઘરે પુરાયેલા હતા,પરંતુ આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા સરકારની ગાઈડ લાઇન મુજબ ધાર્મિક અને ફરવા લાયક સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.