Site icon Revoi.in

ભારતીય ટપાલ વિભાગઃ દેશમાં ચાર દિવસમાં 35 લાખ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતા ખુલ્યાં

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ટપાલ વિભાગે તા. 28મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધીમાં સમગ્ર દેશમાં 35 લાખ POSB (પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક) ખાતા ખોલ્યા છે. આ ઉપરાંત તા. 9 અને 10મી ફેબ્રુઆરીના રોજ 11 લાખ “સુકન્યા સમૃદ્ધિ યોજના”ના ખાતા ખોલ્યા છે અને 24 કલાકની અંદર સૌથી વધુ SSYખાતા ખોલવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને સશક્ત બનાવવા માટેની આ ઉપ્લબ્ધીને ભારતના પીએમ મોદીએ બિરદાવી હતી.

ગુજરાત પોસ્ટલ સર્કલ 8840 પોસ્ટ ઓફિસના નેટવર્ક સાથે લોકોની સેવામાં છે અને 1.37 કરોડથી વધુ લાઇવ ખાતા ધરાવે છે. આ ઉપલક્ષમાં અને છેવાડાનાં નાગરિકોના નાણાકીય સમાવેશ માટેના અમારા સતત પ્રયાસોને અનુરૂપ, તારીખ 20.02.2023 થી 24.02.2023 દરમિયાન  તમામ પોસ્ટ ઓફિસ પર “પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક” ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન, POSB ખાતા ખોલવા માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ભાગમાં વિશેષ શિબિરો અને મેળાઓનું આયોજન કરવામાં આવશે.

બાળકો માટે, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા તેઓને પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવા માટે “ધ્રુવ સંકલ્પ” નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ બાળકોના મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. હાલમાં, ભારતીય ટપાલ વિભાગસ લામતી સાથે તમામ POSB યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર આપી રહ્યું છે.

Exit mobile version