Site icon Revoi.in

શહનાઝ ગિલ, દિલજીત દોસાંજ અને સોનમ બાજવાની અપકમિંગ ફિલ્મ ‘હોસલા રખ’નું પોસ્ટર આવ્યું સામે  – 15 ઓક્ટબરના રોજ ફિલ્મ થશે રિલીઝ

Social Share

 

મુંબઈઃ- મનોરંજન જગતમાંથી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ 2જી સપ્ટેમ્બર 2021 ના ​​રોજ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારથી લઈને આજ દિન સુધી તેની અંગત મિત્ર શહનાઝ ગિલ ચર્ચામાં છે,લોકો તેના પ્રત્યે સાહનુભુતિ દર્શાવી રહ્યા છે. શહેનાઝ ગિલને આ સમાચારથી ભારે આઘાત લાગ્યો હતો. જો કે આ તમામ બાબતો વચ્ચે પોતાના કાર્યને લઈને તટસ્થ જોવા મળી છે,શહનાઝ ગિલની અપકમિંગ ફિલ્મ ‘હૌસલા રખ’નું નવું પોસ્ટર સામે આવ્યું છે.

તાજેતરમાં દિલજીત દોસાંજે ફિલ્મ ‘હૌસલા રખ’નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં શહનાઝની સાથે દિલજીત અને સોનમ બાજવા પણ જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં, જ્યારે દિલજીત નાના બેબીની બોટલમાંથી દૂધ પીતો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેનાઝ અને સોનમના હાથમાં બાળકોને રમવાની વસ્તુઓ જોવા મળએ છે.

દશેરાના પર્વ પર આ ફિલ્મ થશે રિલીઝ

https://www.instagram.com/diljitdosanjh/?utm_source=ig_embed&ig_rid=57aaf549-538c-47aa-aece-db5a0026db6a

ફિલ્મ હૌસલા રખનું પોસ્ટર શેર કરતા દિલજીતે કેપ્શનમાં લખ્યું છે કે,. ફિલ્મનું ટ્રેલર સોમવારે બપોરે 1 વાગ્યે રિલીઝ થશે. તે જ સમયે, ફિલ્મ દશેરાના ખાસ પ્રસંગે 15 ઓક્ટોબરે વર્લ્ડવાઈડ રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે કે દિલજીત અને સોનમના ચાહકોની સાથે સાથે શહેનાઝ ગિલના ચાહકોની સંખ્યા પણ વધી છે, ખાસ કરપીને હવે શહનાઝ ગિલને લોકો ફિલ્મમામં જોવા વધુ આતુર બન્યા છે, બની શકે આ ફિલ્મ શહેનાઝ માટે એક મોટો બ્રેક હોય કારણ કે સિદ્ધાર્થના ગયા બાદ શહેનાઝ વધુ ચર્ચામાં આવી છે, જ્યારે સિદ્ધાર્થ હયાત હતો ત્યારે પણ આ કપલની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીત્યા છે.

 

 

Exit mobile version