Site icon Revoi.in

આલિયા ભટ્ટના બર્થડે પર તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પોસ્ટર રિલીઝ – આલિયા જોવા મળી કંઈક જૂદા અવતારમાં

Social Share

મુંબઈઃ- આલિયા ભટ્ટ બી ટાઉનમાં રણબીર કપૂર સાથેના રિલેશનને લઈને ખૂબ હેડલાઈનમાં બની રહે છે ત્યારે તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ત્યાર બાદ તેની ચર્ચાઓ ચારેબાજૂ થવા લાગી છે,જ્યારે આજે આલિયા ભટ્ટનો જન્મદિવસ છે ત્યારે આ ખાસ દિવસે તેની અપકમિગં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું નવું પોસ્ટર  જારી કરવામાં આવ્યું છે.

રિલીઝ થયેલા આ પોસ્ટરમાં આલિયા ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. આજે તેના 29માં જન્મદિવસ પર કરણ જોહરે તેને પોસ્ટર શેર કરીને શુભેચ્છા પાઠવી છે.કરણે આલિયાને આજના દિવસે આ શાનદાર ગીફ્ટ આપી છે એમ કહીએ તો ખોટૂ ન કહેવાય.

https://www.instagram.com/karanjohar/?utm_source=ig_embed&ig_rid=1d477911-eccd-4145-b9ef-81374b53a103

કરણ જોહરે આલિયાનીફિલ્મ બ્રહ્માસ્ત્રનું નવું પોસ્ટર શેર કર્યું અને લખ્યું છે કે – ‘માય ડિયર આલિયા, આ લખતી વખતે મને તારા માટે ગર્વ અનુભવાય છે, પરંતુ હવે પ્રેમ સાથે ,સમ્માન પણ જોડા ગયું છે, તમારા ટેલેન્ટ માટે  સન્માન, એક કલાકાર તરીકે તમારો ગ્રોથ પ્રશંસનીય છે, 10 વર્ષ પહેલા મને ખબર ન હતી કે એક દિવસ હું તમને ગર્વથી મારું બ્રહ્માસ્ત્ર કહી શકીશ, મારા પ્યારનિં વેપન.જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય, હંમેશા ચમકતી રહો. મેં હંમેશા તને પસંદ કરતો હતો અને કરતો રહીશ.

છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટ  અનેક ફિલ્મ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. હાલમાં, તે ‘રોકી અને રાનીકી પ્રેમ કહાનિ પર કામ કરી રહી છે, આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ હશે, જ્યારે તે ‘RRR’ અને ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને પણ ચર્ચામાં છે. આટલું જ નહીં આલિયા હવે હોલીવુડની ફિલ્મોમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે.

Exit mobile version