Site icon Revoi.in

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ એ ફર્સ્ટ ડે બોક્સ ઓફીસ પર કર્યું શાનદાર કલેક્શન – આટલા કરોડની કરી કમાણી

Social Share

મુંબઈઃ- ગઈકાલે 16 જૂનના રોજ પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ દેશભરના સિનેમાધરોમાં રિલીઝ કરવામાં આવી આ ફિલ્મે રિલીઝ પહેલા જ 450થી વધુની કમાણી કરી હતી ત્યારે હવે આ ફિલ્મે રિલીઝના ફર્સ્ટ દિવસે જ ફિલ્મે બોક્સ ઓફીસ પર કમાલ કરી છે.

આ ફિલ્મ પાંચ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ સાથે 6200 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. હિન્દી ભાષામાં આ ફિલ્મ માત્ર 4 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. જેમાં ફિલ્મ પ્રથમ દિવસે અનેક ફિલ્મના રેકોર્ડ બ્રેક કર્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ફિલ્મને પહેલા દિવસે મોટા પ્રમાણમાં દર્શકો મળ્યા છે, ખૂબ જ રાહ જોવાતી આ ફિલ્મે પહેલા જ દિવસે સાબિત કર્યું છે કે તે કેટલી લોકપ્રિય ફિલ્મ સાબિત થશે.ફ

જો ફિલ્મના બજેટની વાત કરીએ તો 500 કરોડમાં આ ફિલ્મ બની છે. આદિપુરુષ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ ‘રામ ભગવાન’નો રોલ કરી રહ્યો છે અને કૃતિ સેનન ‘મા સીતા’નું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. આ સિવાય દેવદત્ત નાગે ‘ભગવાન હનુમાન’ના રોલમાં જોવા મળશે અને સૈફ અલી ખાન ‘રાવણ’ના રોલમાં જોવા મળશે જ્યારે ‘પ્યાર કા પંચનામા’ એક્ટર સની સિંહ ‘લક્ષ્મણ’ની ભૂમિકામાં જોવા મળશે., આ ફિલ્મે પહેલા જ દિવસે ફિલ્મ 85 થી 90 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. 

જો કે આ હજુ પણ ફિલ્મના અંદાજિત આંકડા છે, જેમાં વિતેલી નાઈટના જેટલા પણ શો છે તે કવર કરાયા નથી. આદિપુરુષ ફિલ્મે એકલા હિન્દીમાં 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે હિન્દીભાષી રાજ્યોમાં સૌથી વધુ કમાણી કરી છે. આ સિવાય પ્રભાસની ફિલ્મે અન્ય ભાષાઓમાં મિક્સ કરીને કમાણી કરી છે. વીકેન્ડમાં આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી શકે છે.