Site icon Revoi.in

વિલેનનું પાત્ર ભજવનાર પ્રકાશ રાજનો આજે 56મો જન્મદિવસ

Social Share

મુંબઈ: દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ આજે પોતાનો 56 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રકાશ રાજે દક્ષિણ ભારતીય અને હિન્દી સિનેમાની તમામ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બોલિવુડ ફિલ્મો જોનારા મોટાભાગના દર્શકો તેને વોન્ટેડ અને સિંઘમમાં વિલનની ભૂમિકા નિભાવવા માટે જ જાણે છે.

પ્રકાશ રાજે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ Mithileya Seetheyaru થી કરી હતી. લાંબા સમય સુધી તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યા પછી પ્રકાશ પ્રથમ વખત હિન્દી સિનેમામાં 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ શક્તિમાં નજરે પડ્યા હતા . આ પછી તેણે ખાકી, વોન્ટેડ અને સિંઘમ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જોકે, તેમની ઓળખ વોન્ટેડ ફિલ્મથી જ મળી હતી.

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડમાં પ્રકાશ રાજે નેગેટીવ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તેમનું પાત્ર લીડ વિલેનનું હતું.તેમને આ રોલ એવી રીતે પ્લે કર્યો હતો કે,તે હસાવવાની સાથે દર્શકોને ડરાવવામાં પણ સફળ રહ્યા હતા..આ રીતે ફિલ્મ સિંઘમમાં પણ તેણે ફની વિલનનો રોલ પ્લે કર્યો હતો.

ઘણા ઓછા લોકો જાણે છે કે, સિનેમા જગતમાં શરૂઆત કરતા પહેલા પ્રકાશ રાજે લાંબા સમય સુધી થિયેટરમાં કામ કર્યું હતું. તે મહિનામાં લગભગ 300 રૂપિયામાં સ્ટેજ શો કરતા હતા. ટીવી અને ફિલ્મોમાં એન્ટ્રી લેતા પહેલા પ્રકાશ રાજ એક જાણીતા કલાકાર બની ચુક્યા હતા.

-દેવાંશી