Site icon Revoi.in

કાશીમાં 100 વર્ષ બાદ પરત મળેલી અન્નપૂર્ણા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

Social Share

લખનૌઃ ભારતમાં ઉત્તરપ્રદેશમાંથી લગભગ 100 વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ કેનેડા પહોંચી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી માતાજીની મૂર્તિ અંતે ભારતને મળી હતી. ભારત આવ્યાં બાદ આજે કાશ્મીમાં અન્નપૂર્ણા માતાજની પ્રતિમાની વૈદિક સુત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની  ઉપસ્થિતમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી.

108 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે સોમવારે સવારે અન્નપૂર્ણા માતાજીની દુર્લભ પ્રતિમા શ્રીકાશી વિશ્વનાથ ધામમાં પહોંચી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિમા યાત્રાનું સ્વાગત કર્યું હતું.

સમગ્ર મંદિર પરિસર માતાજીના જય જયકાર અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મંગળા આરતી પછી જ મંદિર પરિસરમાં કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. માતાજીની મૂર્તિનું ભવ્ય સ્વાગત બાદ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો હતો.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ યજમાન બન્યા હતા. સીએમ યોગીએ પ્રતિમાને અભિષેક કર્યો હતો. કાશી વિશ્વનાથ મંદિરની પ્રાચીન ટીમે કાશી વિદ્વત પરિષદની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મૂર્તિની સ્થાપના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબાના દરબારમાં હાજરી આપી હતી. જલાભિષેક અને દુગ્ધાભિષેક કર્યા પછી, તેમણે બાબા પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. લોક કલ્યાણના આશયથી બાબાની પૂજા કરીને ત્યાંથી નીકળી ગયા.

બાબા વિશ્વનાથના પ્રાંગણમાં પણ માતાજીના આગમનનો આનંદ કણ કણમાં છવાઈ ગયો છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડો. તિવારીએ જણાવ્યું કે, બાબા વિશ્વનાથની રંગભરી એકાદશીના દિવસે માતા અને સિંહાસનને આવકારવા માટે ચાંદીની પાલખી મોકલવામાં આવી હતી.

માતાજીની પ્રતિમા 11 નવેમ્બરે દિલ્હીથી નીકળ્યા બાદ કાશી પહોંચતી વખતે માતાની પ્રતિમા અલીગઢ, લખનૌ, અયોધ્યા, જૌનપુર સહિત યુપીના 18 જિલ્લામાંથી પસાર થઈ હતી.

સોમવારે શહેરના પ્રવાસ દરમિયાન દિલ્હીથી આવેલી કાશી માતાની પ્રતિમાનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થળે સ્થળે ફૂલહાર, ડમરુ દાળ, ઘંટડી વગાડી માતાની આરતી કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં માતા અન્નપૂર્ણાની પ્રતિમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

માતાજીની મૂર્તિની શોભાયાત્રા વારાણસીના દુર્ગાકુંડ મંદિરથી નીકળી હતી અને ગુરુધામ સ્ક્વેર, વિજયા મોલ, બ્રોડવે હોટેલ, મદનપુરા, ગોદૌલિયા થઈને શ્રી કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ચાર પર પહોંચી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માતાની આરતી ઉતારી અને તેમનું સ્વાગત કર્યું.

Exit mobile version