Site icon Revoi.in

ગાંધીનગરમાં ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ’ પર પ્રી-સમિટ યોજાશે

Social Share

ગાંધીનગરઃ  આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શુક્રવાર, 5 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ’ વિષય પર પ્રી-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ હિતધારકો હાજર રહેશે. આ કાર્યક્રમ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઉપકરણોના ક્ષેત્રને પ્રમોટ કરવા તેમજ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને સર્વાંગી આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવા માટે ટેક્નોલોજીનો લાભ લેવો, જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સત્રથી થશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના  કેબિનેટ મંત્રી  રૂષિકેશ પટેલ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ  ધનંજય દ્વિવેદી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કમિશનર અને સચિવ  હર્ષદ પટેલ હાજરી આપશે.

આ કાર્યક્રમમાં ત્રણ પ્લેનરી સત્રો યોજાશે. પહેલું પ્લેનરી સત્ર પ્રમોટીંગ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઈસીસ સેક્ટર વિષય પર યોજાશે. આ સત્ર, API અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, બલ્ક ડ્રગ અને મેડિકલ ડિવાઇસીસ પાર્ક અને વ્યૂહરચનાઓ પર વિચારણા કરવા માટે ઉદ્યોગ નિષ્ણાંતોને એક મંચ પર લઇને આવશે, જેથી આ ક્ષેત્રોને પ્રમોટ કરી શકાય અને હેલ્થકેર ઇકોસિસ્ટમનો વિસ્તાર કરી શકાય.

બીજું પ્લેનરી સત્ર આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવતી ટેક્નોલોજી પર હશે, જેમાં આરોગ્યસંભાળને મજબૂત કરવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા માટેની સરકારની પહેલો તેમજ આરોગ્યસંભાળમાં સુધારો કરતી વિવિધ નવીનતાઓ અને તકનીકી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે.

ત્રીજું પ્લેનરી સત્ર પ્રમોટિંગ હોલિસ્ટિક હેલ્થકેર પર યોજાશે, અને આ સત્ર વૈશ્વિક આરોગ્યસંભાળ નિષ્ણાતો અને આયુષ નિષ્ણાતોને સર્વગ્રાહી આરોગ્યસંભાળની દિશામાં બદલાવ અંગે ચર્ચા કરવા માટે એકસાથે લાવશે. આ સત્રની અધ્યક્ષતા અને સંચાલન ભારત સરકારના આયુષ (AYUSH)ના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવશે. આ સત્રના વક્તાઓમાં, વર્લ્ડ બેંકના સિનિયર હેલ્થ સ્પેશિયાલિસ્ટ સુશ્રી ફિલિસ કિમ, મેનેજમેન્ટ સાયન્સીસ ફોર હેલ્થના કન્ટ્રી ડાયરેક્ટર સુશ્રી નીલમ મખીજાની, કેરળની VPSC આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સીવી જયદેવન, અને એપોલો આયુર્વેદ હોસ્પિટલના એમડી અને સીઇઓ વૈદ્ય પ્રોફેસર રાજીવ વાસુદેવનનો સમાવેશ થાય છે.

Exit mobile version