Site icon Revoi.in

બાળકો માટે વેક્સિનના પ્રારંભીક પરિક્ષણ અસરકારકઃ- બન્ને ડોઝ એન્ટિબોડિઝ વધારવામાં અને સાર્સ-કોવ-2 વાયરસ સામે લડવામાં કારગાર

Social Share

દિલ્હીઃ- કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેર બાળકો પર જોખમ વધારી શકે  છે તેવી આશંકાઓ વચ્ચે બાળકો પર વેક્સિનના પરિક્ષણ શરુ કરવામાં આવ્યા છે.ત્યારે આ પરિક્ષણોમાં મોડર્નાની કોરોના રસી અને અન્ય પ્રોટીન આધારિત પ્રાયોગિક રસીએ પરિક્ષના શરુઆતમાં જ ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે.

વાનરની એક પ્રજાતિ રીસસ મૈકાકના બચ્ચાઓ પર હાથ ધરવામાં આવેલા પ્રારંભિક પરીક્ષણોમાં, આ રસી શરીરમાં સાર્સ-કોવ-2 વાયરસ સામે લડવામાં અસરકારક એન્ટિબોડીઝ વધારવામાં સફળ રહી છે.

અભ્યાસ મુજબ, રીસસ મૈકાક પ્રજાતિના 16 નાના વાનરમાં રસી હોવાને કારણે વાયરસ સામે લડવાની ક્ષમતા 22 અઠવાડિયા સુધી બની રહી હતી. અમેરિકાની ન્યૂયોર્ક-પ્રેસ્બિટેરિયન કોમન સ્કાય ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સેલી પર્મરે આ બાબતે જણાવ્યું હતું કે, “નાના બાળકો માટે સલામત અને અસરકારક રસી કોરોના વાયરસના ફેલાવવાને સિમિત કરવામાં મદદ કરશે, કારણ કે બાળકોને સાર્સ-કોવ -2 નું સંક્રમણથઈ બીમાર હોય છે અથવા એસિમ્પ્ટોમેટિક હોય પરંતુ તે અન્ય લોકોમાં વાયરસ ફેલાવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા બાળકો બીમાર થઈ ગયા હતા અને સંક્રમણના  કારણે મૃત્યુ પામ્યા હતા, યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પ્રોફેસર ક્રિસ્ટીના ડી પેરિસના જણાવ્યા મુજબ, મૈકાકના બાળકોમાં એન્ટિબોડીઝનું સ્તર પણ પુખ્ત વાનરોની જેમ જ જોવા મળ્યું છે. જો કે, પુખ્ત વયના 100 માઇક્રોગ્રામ ડોઝની તુલનામાં બાળકોને ફક્ત 30 માઇક્રોગ્રામ આપવામાં આવ્યા હતા.

તે જ સમયે, ત્રીજી તરંગમાં બાળકોને વધુ જોખમ હોવાના ભય વચ્ચે, રશિયાએ 8 થી 12 વર્ષની વયના બાળકો માટે તેની એન્ટી-કોરોનાવાયરસ રસી સ્પુતનિક-વીના અનુનાસિક સ્પ્રેનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ સાથે, બાળકોને તેમના નાકમાં દવાની માત્રા આપવામાં આવશે.

રશિયાની ગમલેઆ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિઓલોજી અને માઇક્રોબાયોલોજીના વડા, એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે જણાવ્યું હતું કે તે બાળકો માટે તેમની એન્ટિ-કોવિડ -19 રસીનું અનુનાસિક સ્પ્રે તૈયાર કરી રહ્યા છે. તે 15 સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.