Site icon Revoi.in

કોમેડિયન જગતમાં મશહુર ભારતી સિંહનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનઃ 15 કિલો વેઈટ લોસકર્યા બાદ વધુ ક્યૂટ લાગે છે ભારતી

Social Share

મુંબઈઃ- કોમેડી વર્લ્ડની જાણીતી હસ્તી એવી ભારતી સિંહ આજે સફળતાની એ ઊંચાઈએ છે કે જ્યાં સો કોઈનું સરળતાથી પહોંચી જવું સહેલું નથી ત્યારે આ મૂકામે ભારતીએ મોટી સફળતા મએળવી લીધી છે,તેના બોડીના કારણે તે ક્યારેય હતાશ થઈ નથી પરંતુ હવે તેણે પોતાનામાં જબરદસ્ત પરિવર્તનથી બધાને ચોંકાવી દીધા છે. ભારતી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વખત ફોટા અને વીડિયો શેર કરતી રહે છે ત્યારે હાલ ભારતીના ફઓટો સોશિયલ મીડિયા પર ઘૂમ મચાવી રહ્યા છે અને તેનું કારણ છે તેણે પોતાનામાં કરેલું અદભૂત પરિવર્તન.

આ દિવસોમાં ભારતી સોશિયલ મીડિયા સેન્સેશન બની છે. વાસ્તવમાં તેણે 1 વર્ષમાં લગભગ 15 કિલો વજન ઘટાડ્યું છે. સમાચાર અનુસાર, ભારતીએ 15 કિલો વજન ઘટાડ્યું છે. ત્યારે આ પહેલા અભિનેત્રીનું વજન લગભગ 91 કિલો હતું, જે હવે ઘટીને 76 કિલો થઈ ગયું છે.જેને લઈને તે ચર્ચામાં છે.

ભારતી જે રીતે બોડીમાં હતી અને હવે ફિટ થઈ રહી છે તે જોઈને દરેક લોંકો ચોંકી ગયા છે.તે ઉદાહરણ બની છે કે ઈન્સાન ઘારે તો શું ન કરી શકે, અભિનેત્રી હવે સ્લિમ થઈ રહી છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં, તેણે કહ્યું કે તે પોતે તેના પરિવર્તનથી સ્તબ્ધ છે, અવે વજન ઘટાડવા સાથે તેની જીવનશૈલી સારી થઈ રહી છે.

સ્વાસ્થ્ય વિશે વાત કરતા ભારતીએ કહ્યું કે વજનમાં ઘટાડો થવાને કારણે હવે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી અને તે પોતાનામાં હળવાશ અનુભવે છે. આ સાથે ડાયાબિટીસ અને અસ્થમા પણ નિયંત્રણમાં આવી રહ્યું છે.વજન ઘટાડવા અંગે ભારતીએ કહ્યું કે તે ક્યાપેક ક્યારેક ઉપવાસ કરે છે. સાંજે 7 થી સવારે 12 વાગ્યા સુધી કંઈપણ ખાધા વગર રહે છે. આ સાથે, ભારતીએ કહ્યું કે જો તમે તમારી જાતને પ્રેમ નહી કરો તો કોઈ તમને પ્રેમ કરશે નહીં.

આમ એક વર્ષ દરમિયાન ભારતીના બોડીમાં આવેલા પરિવર્તને સૌ કોઈને ચોંકાવ્યા છે,આમ તો મશહીર કોમેડિયનને ક્યારેય પોતાના વજનને પોતાના કાર્.ય પર હાવિ થવા દીધુ નથી, તેણે સતત મહેનત કરીને માત્રને માત્ર કામ પર ફોકસ કર્યું છે.