Site icon Revoi.in

નાસ્તામાં ઉત્તર-દક્ષિણ વચ્ચેનું અનોખુ સંયોજન ‘બન ઢોંસા’ તૈયાર કરો

Social Share

સોશિયલ મીડિયા પર દરરોજ નવી અને રસપ્રદ વાનગીઓનો ટ્રેન્ડ છે. હાલમાં જ એક ખાસ રેસિપીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેનું નામ છે ‘બન ઢોંસા’. આ રેસીપી દક્ષિણ ભારતીય ઢોસા અને ઉત્તર ભારતીય પાવ વચ્ચેનું અનોખું સંયોજન છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાલો જાણીએ આ વાયરલ રેસિપી અને તેને ઘરે બનાવવાની સરળ રીત.

• સામગ્રી
ઢોસાનું ખીરુ (ચોખા અને અડદની દાળમાંથી બનાવેલ)
ઘી અથવા માખણ
બાફેલા બટાકા
ડુંગળી, ટામેટા અને લીલા મરચા (ઝીણા સમારેલા)
કોથમરી
સાંભર અને નારિયેળની ચટણી (પીરસવા માટે)

• બનાવવાની રીત
ચોખા અને અડદની દાળમાંથી બનાવેલા ઢોસાનું ખીરુ અગાઉથી તૈયાર કરો. તેને આથો આવવા માટે થોડા કલાક રહેવા દો. પહેલા તવાને ગરમ કરો અને તેના પર થોડું ઘી અથવા માખણ લગાવો. હવે બેટરને તવા પર ગોળ શેપમાં રેડો પણ તેને જાડું રાખો, જેથી તે બન જેવું લાગે. તેને ધીમી આંચ પર ચડવા દો. બાફેલા બટાકામાં ડુંગળી, ટામેટા, લીલા મરચા અને મસાલા મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. આ મસાલાને બન ડોસા પર ભભરાવો. તેમજ ઉપર થોડું વધુ ઘી લગાવો અને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પકાવો. હવે તેને નારિયેળની ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.

બન ડોસા તેની સાદગી અને અનોખી રજૂઆતને કારણે લોકો તેને પસંદ કરી રહ્યા છે. ઘણા ફૂડ બ્લોગર્સ તેની રેસીપી ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરી રહ્યા છે. લોકો તેને પોતાના ટ્વિસ્ટથી બનાવી રહ્યા છે, જેમ કે ચીઝ બન ડોસા અથવા ચોકલેટ બન ડોસા.

Exit mobile version