Site icon Revoi.in

કોરોના માટે તૈયાર થઈ રહ્યો છે હવે રેમડેસિવિરનો પાવડરઃ પરિક્ષણ માટે કેન્દ્ર એ આપી મંજૂરી

Social Share

 

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્જીજી લગેરની આશંકાો વચ્ચે કોરોના સામેની જંગી લડાઈ તેજ બની છે, વેક્સિનથી લઈને કોરોનામાં વપરાતી દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવા સરકારના સતત પ્રયત્નો રહ્યા છે, ત્યારે હવે HCQ બાદ બીજી એક દવા કોવિડ પ્રોટોકોલમાંથી બહાર આવ્યા બાદ નવા સ્વરૂપે બહાર આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે રેમડેસિવીર ઇન્જેક્શન ટૂંક સમયમાં પાવડર સ્વરૂપે બનાવવામાં આવી શકે છે. આ માટે લુપિન ફાર્મા કંપનીએ પણ સરકાર પાસેથી પરવાનગી માંગી હતી, પરંતુ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા હેઠળની એક્સપર્ટ કમિટી એ પહેલા માનવ ટ્રાયલ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.

કંપની દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું છે કે આ પાઉડર પર બીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે. ત્યાર બાદ જાહેર થયેલા પરિણામોના આધારે, આગળના પરીક્ષણને મંજૂરી આપવામાં આવશે.

આ વાતની પૃષ્ટિ કરતા સમિતિના એક સભ્યએ કહ્યું કે ગંભીર કોવિડ દર્દીઓ માટે હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે ફાર્મા કંપનીએ દાવો કર્યો છે કે આ પાવડરનો ઉપયોગ એવા દર્દીઓમાં પણ થઈ શકે છે જે  માત્ર ઘરે રહીને કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

બીજી તરફ સમિતિ પણ સંમત થઈ છે કે કોરોનાની સારવારમાં રેમડેસિવીરનું યોગદાન સંતોષકારક મળ્યું નહતું, જેના કારણે ભારત સરકારે જૂનમાં કોવિડ પ્રોટોકોલમાંથી તેને બાકાત રાખ્યું હતું, બીજી તરંગ દરમિયાન રેમડેસિવીરના કાળાબજારની ઘટનાઓ પણ સ્પષ્ટ સામે આવી રહી હતી . તેમણે કહ્યું કે લુપિન લિમિટેડ ફાર્મા કંપની હાલમાં તેના પર સતત કામ કરી રહી છે. કંપનીને CT પ્રોટોકોલ, અભ્યાસ ડિઝાઇન, નમૂનાનું કદ, દવાની અસરકારકતા વગેરે પર ફેરફાર કરવા અને ફરીથી અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે.

ત્યારે હવે સરકારે સૌ પ્રથમ આ માટે માનવપરિક્ષણ કરવાની વાત કહી છે,જેથી ટૂંક સમયમાં જો આ પરિક્ષણ સફળ રહે છે તો રેમડેસિવિર ઈન્જેક્શન હવે પાવડર તરીકે પણ આપવામાં આવશે અને તે માત્ર ગંભીર દર્દીઓને જ નહી સામાન્ય ઈફેક્ટ ધરાવતા કોરોનાના એવા દર્દીઓ કે જે ઘરે સારવાર લઈ રહ્યા છે તેના માટે પણ આ પાવડર ઉપલબ્ધ કરાવાશે.