દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજરોજ સોમવારથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે પહોચંવાના છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દરમિયાન વિશ્વભારતીના વાર્ષિક દીક્ષાંત સમારોહને અનુમોદન આપવા શાંતિનિકેતનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ મુર્મુની રાજ્યની આ પ્રથમ મુલાકાત છે.
મળતી જાણકારી પ્રમાણે , રાષ્ટ્રપતિ મુર્મુ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે કોલકાતામાં નેતાજી ભવન પણ જશે. આ પછી તે રવીન્દ્રનાથ ટાગોરના ઘર જોરાસાંકો ઠાકુરબારીની મુલાકાત લેશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે.
રાજ્યની તેમની પ્રથમ મુલાકાત પછી, રાષ્ટ્રપતિ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપવા જોરાસાંકો ઠાકુરબારી – રવીન્દ્રનાથ ટાગોરના ઘરની મુલાકાત લેશે. સાંજે, રાષ્ટ્રપતિ મુર્મુ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે.
રાષ્ટ્રપતિ મંગળવારે બેલુર મઠની મુલાકાત લેશે. તે કોલકાતામાં યુકો બેંકના 80 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં પણ ભાગ લેશે. બાદમાં, રાષ્ટ્રપતિ શાંતિનિકેતનની મુલાકાત લેશે જ્યાં તેઓ વિશ્વભારતીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.