Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી 21 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશના પ્રવાસે,મશોબરામાં ટ્યૂલિપ ગાર્ડનનું કરશે

Social Share

દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ય્વાર ન વાર દેશના અનેક રાજ્યોની મુલાકાત લેતા હોય છે તથઆ અનેક યોજનાઓની શરુઆત કે નવા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરતા હોય છે ત્યારે આજ શ્રેણીમાં રાષ્ટ્રપતિ મુર્મુ આજે એટલે કે 18 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશના પ્રવાસે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ   મુર્મુ 18 થી 21 એપ્રિલ,દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. શ્રીમતી મુર્મુ આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ નિવાસ, મશોબા ખાતે  તેઓ નિવાસ કરશે આ સહીત રાષ્ટ્રપતિ 18 એપ્રિલના રોજ મશોબા ખાતે ટ્યૂલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે. આ બાદ આજની સાંજે તેઓ  શિમલાના રાજભવનમાં હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે.રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ભવન તેમની મુલાકાત દરમિયાન જ લોકોને જોવા માટે ખોલવામાં આવશે.

ત્યાર બાદ તેમની મુલાકાતના બીજા દિવસે એટલે કે  19 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ નેશનલ એકેડમી ઓફ ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ, શિમલામાં ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવાના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ  પણકરશે. તે શિમલામાં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના 26માં કોન્વોકેશનમાં પણ હાજરી આપશે.

રાષ્ટ્રપતિ પોતાની મુલાકાતના ત્રીજા દિવસે એટલે કે  20 એપ્રિલના  રોજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીની મુલાકાત લેશે. ત્યાર બાદ, તેઓ રાષ્ટ્રપતિ નિવાસ ખાતે ‘એટ હોમ’ રિસેપ્શનનું આયોજન કરશે. તે જ દિવસે રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન લોકોના દર્શન માટે ખોલવામાં આવશે.આ દિવસથી લોકો એહીની મુલાકાત લઈ શકશે.