Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ 9 રાજ્યના રાજ્યપાલોની નિયુક્તિ કરી

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ 9 રાજ્યના રાજ્યપાલોની નિયુક્તિ કરી છે. જેમાં હરિભાઉ કિલનરાવ બાગડે ને રાજસ્થાનના જિષ્ણુ દેવ વર્માને તેલંગાણા ઓમ પ્રકાશ માથુરને સિક્કિમ તેમજ સંતોષ કુમરા ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તો રામેન ડેકાને છત્તીસગઢ અને સી.એચ. વિજય શંકરને મેઘાલયના રાજયપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઝારખંડના વર્તમાન રાજયપાલ સી.પી. રાધા કૃષ્ણનને મહારાષ્ટ્રના રાજયપાલ બનાવવામાં આવ્યા છે. ગુલાબ ચંદ કટારિયાને પંજાબ અને ચંડીગઢના તેમજ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મણિપુરના રાજયપાલ બનાવવામાં આવ્યા છે.