Site icon Revoi.in

પોલેન્ડમાં મિસાઈલ અટેક મામલે રાષ્ટ્રપતિ જો બાઈડને ઈંડોનેશિયામાં તાત્કાલિક બેઠક બોલાવી

Social Share

દિલ્હીઃ- ફરી એક વખત  પોલેન્ડ ચર્ચામાં આવ્યું છે, મિસાઈલ વડે પોલેન્ડમાં હુમલો કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ઈન્ડોનેશિયામાં જી 20 સમ્મેન પણ ચાલી રહ્યું છે જ્યા વિશ્વભરના અનેક નેતાઓ ઉપસ્થિતિ છે ત્યારે મિસાઈલ અટેક મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેને તાત્કાલિક બેઠક બોલાવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

આજરોજ સવારે ઇન્ડોનેશિયામાં G7 અને નાટો નેતાઓની “ઇમરજન્સી” બેઠક બોલાવી હતી જ્યારે નાટો-સાથી પોલેન્ડે કહ્યું હતું કે “રશિયન નિર્મિત” મિસાઇલ યુક્રેન સરહદ નજીકથી આવી હોય શકે તેના દેશના પૂર્વ ભાગમાં બે લોકોના મોત પણ થયા છે.

મિસાઇલ વિસ્ફોટના સમાચાર સાથે સ્ટાફ દ્વારા રાતોરાત જાગી ગયેલા બાઈડેને બુધવારે વહેલી સવારે પોલિશ રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડાને ફોન કરીને જાનહાનિ માટે “ઊંડી સંવેદના” વ્યક્ત કરી હતી. યુએસ પ્રમુખે “પોલેન્ડની તપાસ માટે સંપૂર્ણ યુએસ સમર્થન અને સહાયતા”નું વચન આપ્યું હતું, અને “નાટો પ્રત્યે યુનાઇટેડ સ્ટેટ્સની લોખંડી પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી”.

આથી વિશેષ કે પોલેન્ડના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં આ મિસાઈલ રશિયામાં બનાવવામાં આવી હોવાની ઓળખ કરવામાં આવી છે. પરંતુ પોલેન્ડના પ્રમુખ, ડુડા, તેના મૂળ વિશે વધુ સાવચેત હતા અને કહ્યું હતું કે અધિકારીઓને ખબર નથી કે તે ક્યાં બનાવવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તે “સૌથી સંભવતઃ” રશિયન બનાવટનું હતું, પરંતુ તે હજુ પણ  તસાર કરવામાં આવી રહ્યું છે. જો તેની પુષ્ટિ થઈ જાય છે, તો યુક્રેન હુમલા બાદ આ પ્રથમ વાર હશે, કે કોઈ નાટો દેશ પર રશિયાનું હથિયારનું પડ્યું હોય, અહીં ઉલ્લેખનિય છે કે, નાટો ગઠબંધનનો પાયો આ સિદ્ધાંત છે કે એક સભ્ય વિરુદ્ધ હુમલો થાય તો તેમના પર હુમલો ગણાય છે.

હાલમાં પોલિશ રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ વાતનો કોઈ ઠોસ પુરાવો નથી કે, પોલેન્ડના પૂર્વી ભાગમાં પડેલી રોકેટ ક્યાંથી આવી. આ ઘટનાની તપાસમાં અમેરિકાના નિષ્ણાંતો પણ સામેલ છે.