Site icon Revoi.in

રાષ્ટ્રપતિ કોવિંદનો સુરક્ષા પ્લાન થયો લીક, ષડયંત્ર હતું કે માત્ર ભૂલ આ અંગે તપાસ શરુ

Social Share

 

દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા યોજના લીક થવાની તપાસ શરૂ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતીપ્રમાણે, આ સુરક્ષા યોજના બે ડઝન પોલીસ અને વહીવટી અધિકારીઓ અને તેમના ગૌણ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી. આ મામલાની તપાસ એડીસીપીને સોંપવામાં આવી છે.

ત્યારે હવે આ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સુરક્ષા સંબંધિત પીડીએફ ફાઇલ સોશિયલ મીડિયા પર કેવી રીતે લીક થઈ હતી. આમ થવા પાછળ કોઈ કાવતરું હતું કે ભૂલથી વાયરલ થઈ ગઈ હતી. આ અંગે પોલીસ હેડક્વાર્ટરના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલાની જીણવટ ભરી તપાસ ઙઆથ ધરવામાં આવી છે.

રાષ્ટ્રપતિની મુલાકાતમાં રાજપત્રિત અધિકારીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમની સુરક્ષા યોજના ગેઝેટેડ અધિકારીઓ સિવાય તેમના કેટલાક ગૌણ અધિકારીઓ સુધી પણ પહોંચાડવામાં આવે છે. તેઓ એ જ ક્રમમાં ડ્યૂટિ લગાવીને  પછી અધિકારીને આપે છે. તેના પર બેઠક કર્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ પોતાની ફરજો નક્કી કરે છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્લાનની ફાઇલ બે ડઝનથી વધુ લોકો પાસે પહોચી હતી. જોકે, હાલ આ મામલે કોઈ અધિકારી કંઈ કહેવા તૈયાર નથી. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ આ પ્લાનમાં તેમના કાફલામાં કયા વાહનો છે, તેમાંથી કયા અધિકારીઓ ટેકીંગ હેઠળ છે તેની વિગતો પણ સામેલ કરી હતી. શહેરમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને શું થયું તેની માહિતી પણ મળી હતી. સોશિયલ મીડિયા પર લીક થતાં પોલીસ અને વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જે બાદ પોલીસ કમિશનરે આ કેસની તપાસ એડીસીપી ટ્રાફિક રાહુલ સ્વીટીને સોંપી હતી.