Site icon Revoi.in

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રના 5 દિવસના પ્રવાસે રહેશે

Social Share

 

દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ મુર્મુ દેશના જુદા જુદા રાજ્યની મુલાકાતે હોય છે ત્યારે હવે આજરોજ 3જી જુલાઈથી દ્રૌપદી મુર્મુ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યા છે આ પ્રવાસ તેમના  5 દિવસનો પ્રવાસ હશએ આ દરમિયાન તેઓ અનેક સ્થળોએ અનેક કાય્ક્રમમાં હાજરી આપતા જોવા મળશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી એટલે કે 3 થી 7 જુલાઈ દરમિયાન કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આ દરમિયાન, તે બે કોન્વોકેશનમાં હાજરી આપશે અને સંવેદનશીલ આદિવાસીઓના સભ્યોની સાથએ પણ મુલાકાત કરશે . ઉલ્લેખનીય છે કે આ મુલાકાત બાબતે રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુ આજરોજ  સોમવારે કર્ણાટકના મુડેનાહલ્લી ખાતે શ્રી સત્ય સાઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ, તેઓ આજે  સાંજે રાજભવન ખાતે PVTGs  ના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે.
રાષ્ટ્રપતિના મુલાકાતના બીજા દિવસે એટલે કે 4 જુલાઈના રોજ, રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિના સમાપન સમારોહમાં  પણ હાજરી આપશે અને જનસભાને પણ સંબોધન કરશે.
ત્યાર બાદ રાષ્ટ્રપતિ મુર્મુ 5 જુલાઈને બુધવારે ગોંડવાના યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરતા જોવા મળશે , રાષ્ટ્રપતિ મુર્મુ નાગપુરમાં કોરાડી ખાતે ભારતીય વિદ્યા ભવનના સાંસ્કૃતિક કેન્દ્રનું પણ ઉદ્ઘાટન પણ કરશે,

વધુ જણાકરી પ્એરમાણે  6 જુલાઈના રોજ તેઓ રાષ્ટ્રપતિ રાજભવન, નાગપુર ખાતે PVTG સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈમાં રાજભવનમાં તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ભાગ લેશે.