Site icon Revoi.in

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને ‘સંત ગુરુ રવિદાસ જયંતિ’ની શુભેચ્છાઓ પાઠવી – પ્રેમ અને સમાનતાનો આપ્યો સંદેશ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં આજે ગુરુ રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરી કરવામાં આવી રહી છે. આજના આ શુભ પ્રસંગ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

રામનાથ કોવિંદે તેમના સંદેશમાં મહાન સંત દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને પ્રેમ, સમરસતા અને સમાનતા આધારિત સમાજનું નિર્માણ કરવા આહવાન કર્યું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સંત રવિદાસે પ્રેમ અને સમાનતાના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીવે લખ્યું છે કે ‘તમામ દેશવાસીઓને સંત રવિદાસ જયંતિની શુભકામનાઓ. મહાન સંત ગુરુ રવિદાસજીએ કોઈપણ ભેદભાવ વિના પ્રેમ અને સમાનતાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો હતો. આવો આપણે સૌ ગુરુ રવિદાસજીના બતાવેલા માર્ગ પર ચાલીને સમાનતા, સમરસતા અને સમન્વય આધારિત સમાજના નિર્માણમાં યોગદાન આપીએ.

ઉલ્લેખનીય છે કે સંત રવિદાસ 15મીથી 16મી સદી સુધી દેશના ભક્તિકાળ સાથે સંકળાયેલા હતા. તેમના સ્તોત્રો ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને 21મી સદીના રવિદાસિયા ધર્મના સ્થાપક માનવામાં આવે છે..