Site icon Revoi.in

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ચાર દિવસની મુલાકાતે જમૈકા પહોચ્યા – 21 તોપની સલામીથી સમ્માન અપાયું

Social Share

દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ચાર દિવસની રાજકિય યાત્રા પર છે,  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમનાં પત્ની સવિતા કોવિંદ ચાર દિવસની મુલાકાતે જમૈકા પહોંચ્યા છે. નોર્મન મેનલી ઇન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ્સ્ટન ખાતે તેમના આગમન થતાવી સાથે જ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ 15 થી 21 મે દરમિયાન બે કેરેબિયન દેશોના પ્રવાસે છે. આ સાથે રાષ્ટ્રપતિ કોવિંદ આ દેશોની મુલાકાત લેનારા ભારતના પ્રથમ રાજ્ય વડા બન્યા છે. રાષ્ટ્રપતિ અહીં જમૈકાની સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરશે.

દેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ જમૈકાની સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. જમૈકામાં 70 હજાર વિદેશી ભારતીયો છે, જે ભારત સાથે જીવંત સેતુ તરીકે કામ કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહી છે કારણ કે 2022 એ ભારત અને જમૈકા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ છે.

મૂળ ભારતીયોએ કર્યું ઉષ્માભેર સ્વાગત

જમૈકા પહોચતા જ રાષ્ટ્રપતિના આગમન માટે અનેક લોકો પધાર્યા હતા ખાસ કરીને ભારતીય  મૂળના લોકોએ જમૈકામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જમૈકાના વડા પ્રધાન એન્ડ્રુ હોલનેસ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ રિયર એડમિરલ એન્ટોનેટ વેમિસ-ગોર્મન, જમૈકાના ગવર્નર-જનરલ પેટ્રિક લિંટન એલન, જમૈકામાં ભારતના હાઈ કમિશનર આર. રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કરવા માસાકુઈ અને તેમની પત્ની જિગચરવોન રુંગસુંગ હાજર રહ્યા હતા.