Site icon Revoi.in

નાની ઉંમરે થતા સફેદ વાળને આ રીતે અટકાવો, જાણીલો આ ઉપાય ચોક્કસ થશે ફાયદો

Social Share

આજના આ સમયમાં ફાસ્ટફૂડ થી લઈને ખોરાકનો ફેરફાર નાની વયે કાળાવાળને સફેદ કરે છે બદલતી લાઈફ સ્ટાઈલથઈ સફેદ વાળ વધે છે જો કે આ માટે  કેટલાક એવા ઉપાયો છે કે જે તમારા વાળને સફેદ થતા અટકાવશે, તો ચાલો જાણીએ કેટલાક ઇપાયો જે વાળને કાળા કરવામાં મદદરુપ સાબિત થશે.

આમળાનો રસ

વાળમાં આમળશાનો વાળવામાં લગાવવાથી વાળ કાળા બને છે, રોજ રાતે સુતા વખરે વાળમાં આમળાનો રસ લગાવીને સુઈ જાવો ત્યાર બાદ સવારે વાળને ઠંડા નવસેકા પાણઈ વડે ધોઈલો આ પ્રયોગ મહિનામાં 4 થી 5 વખત કરવાથી વાળ કાળા બને છે.

આમળાનો પાવડર

આમળાના પાવડરમાં દહીંને મિક્સ કરીને વાળમાં માલીશ કરવાથી વાળ કુદરતી રીતે કાળા બને છે, આમળાનો પાવડર અને દહીંની પેસ્ટથી વાળમાં સમાજ કરવો અને આખી રાત આમ જ રહેવા દેવું ત્યાર બાદ સવારે વાળ ઘોઈ લેવા આ પ્રયોગ મહિનામાં ઓછામાં ઓછો 4 વખત કરવો.

નારિયેળ તેલ

નાળિયેરના તેલમાં અશ્વગંઘા અને ભૃંગરાજનો પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવવી , આ પેસ્ટને વાળશની પાથીએ પાથી એ લગાવીને 2 કલાક રહેવાદો ત્યાર બાદ નવશેકા ગરમ પાણીથી વાળ ધોઈ લેવા, આમ કરવાથી વાળ સફેદ થતા અટકે છે, અને વાળ કાળા બને છે.

ભૃંગરાજ

ત્રિફળા અને ભૃંગરાજનો રસ મિક્સ કરીને વાળમાં માલીશ કરવાથી વાળ કાળા ઘટ્ટ બને છે.સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી નિલગિરીનું તેલ મિક્ષ કરવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

એલોવેરા

વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા દૂર થાય છે,આ સાથે જ બે ચમચી હિના પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થવા લાગશે.