Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમની એક સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું હતું. તેમણે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

X ના રોજ એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું. આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમનું યોગદાન ઘણા લોકોને પ્રેરણા આપતું રહેશે. હું હંમેશા તેમની સાથેની મારી વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર અને વિશ્વભરના લાખો અનુયાયીઓ અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.”

Exit mobile version