Site icon Revoi.in

પ્રધાનમંત્રી મોદીએ  ઈજિપ્તના પ્રમુખ મુફ્તી સાથે કરી મુલાકાત – કટ્ટરપંથ સાથે વ્યવ્હાર કરવા બાબતે થઇ ચર્ચા

Social Share

 

દિલ્હીઃ- પીએમ મોદી ગઈકાલે 24 જૂનના રોજથી ઈજિપ્તની રાજકિય મુલાકાતે પહોચ્યા છે,અમિરાકના પ્રવનાસ બાદ તેઓ સીઘા વોશિંગટનથી ઈજિપ્ત માટે રવાના થયા હતા ત્યારે ઈજિપ્તની તેમની પ્રથમ દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અહીના પ્રમુખ મુફ્તી સાથે મુલાકાત કરી હતી.

પીેમ  મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. ઇજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મેડબૌલીએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ બે દિવસીય રાજ્ય મુલાકાત છે. આ દરમિયાન PM મોદીએ શનિવારે તેમના ઇજિપ્તના સમકક્ષ મુસ્તફા મદબૌલી અને ટોચના કેબિનેટ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

જાણકારી અનુસાર પીએમ મોદીએ વિતેલા દિવસને   શનિવારે ઈજિપ્તના પ્રમુખ મુફ્તી ડૉ. શૌકી ઈબ્રાહિમ અબ્દેલ-કરીમ આલમ સાથે મુલાકાત કરી હતી.મુફ્તી સાથેની  આ બેઠક દરમિયાન, સામાજિક સમરસતા વધારવા અને ઉગ્રવાદ અને કટ્ટરપંથ સાથે વ્યવહાર કરવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સહીત ગ્રાન્ડ મુફ્તીએ તેમની તાજેતરની ભારત મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી અને ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો. ગ્રાન્ડ મુફ્તીએ સર્વસમાવેશકતા અને બહુલવાદને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાનના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.

વડા પ્રધાને ગ્રાન્ડ મુફ્તીને કહ્યું કે ભારત ઇજિપ્તના સામાજિક ન્યાય મંત્રાલય હેઠળ દાર-અલ-ઇફ્તામાં ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ ખોલવામાં આવશે. પીએમ એ તેમના સમકક્ષ મુસ્તફા મદબૌલી અને કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે વ્યાપારી સંબંધોને વધુ ગાઢ બનાવવા અને ઇજિપ્ત અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે વાતચીત પણ કરી.
આ સાથે જ  પીએમ મોદી પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રની સૌથી મોટી ઇજિપ્તની કંપનીઓમાંની એકના સીઇઓ હસન આલમ અને જાણીતા લેખક તારેક હેગી સહિત અનેક વ્યક્તિઓને  પણ મળ્યા હતા.
આ બાબતને લઈને જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું હતિું કે  કે, “PM @narendramodi એ હસન આલમ હોલ્ડિંગ કંપનીના સીઈઓ, હસન આલમ સાથે ફળદાયી બેઠક કરી, જે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રની સૌથી મોટી ઇજિપ્તની કંપનીઓમાંની એક છે.” અને આ મુલાકાત પ્રેરણાદાયી રહી છે
.