Site icon Revoi.in

વડાપ્રધાન મોદી કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના CM સાથે કરશે વાત- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે બેઠક

Social Share

સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણ લઈને દેશમાં ચિંતા વ્યાપી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે  આજે વાતચીત કરશે કે, જે રાજ્યોમાં કોરોનાનો પ્રભાવ સૌથી વધુ છે,આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનાર છે, જેમાં કોરોના સંકટને પહોંચી વળવા માટેની ચર્ચાઓ કરવામાં આવશે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોરોનાથી સોથી વધુ પ્રભાવિત રાજ્યો પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર ,તમિલનાડૂ,બિગાર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ આ વીડિયો કોન્ફોરન્સ બેઠકમાં ઉપસ્થિત રહેેશે, પરંતુ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદીત્યનાથ આ બેઠકમાં બપોરના 1 વાગ્ય હાજરી આપશે,પીએમ મોદી આ તમામ રાજ્યોની કોરોનાના કેસની સ્થિતિ અંગે સમગ્ર માહિતી મેળવશે.

ઉલ્લેખનીય છે કે,દેશમાં જ્યારથી કોરોનાનું સંકટ આવ્યું છે, ત્યારથી પીએમ મોદી સતત જનતા સાથે પણ સંપર્કમાં છે,ત્યારે હવે આ વાયરસના કારણે જે સ્થિતિ છે તેના સામે કઈ રીતે લડવું અને તકેદારી રુપે શું પલગા લેવા જોઈએ તે સમગ્ર બાબત માટે આજની આ બેઠકમાંમ વાતચીત કરવામાં આવશે

સાહીન-