Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો

Social Share

લખનૌઃ દેશભરના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત કિસાન સન્માન સંમેલનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ DBT દ્વારા દેશના 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યા બાદ PM મોદી લગભગ 7 વાગ્યાની આસપાસ દશાશ્વમેધ ઘાટ પર આયોજિત ગંગા આરતીમાં હાજરી આપશે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારથી દેશભરના કરોડો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

Exit mobile version