Site icon Revoi.in

પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ આ દિવસે થશે રિલીઝ

Social Share

મુંબઈ:દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડાએ પોતાની એક્ટિંગના જોરે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.આજે તેને કોઈ પરિચયની જરૂર નથી.તેણે હોલીવુડમાં પણ સારી જગ્યા બનાવી છે.હવે તેમની સાથે સંબંધિત વધુ એક અપડેટ સામે આવી છે.

પ્રિયંકા ચોપડા અને સેમ હ્યુગન અભિનીત ‘ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ અમેરિકામાં 10 ફેબ્રુઆરી 2023 ના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ કેરોલિન હેરફર્થ દ્વારા 2016ની જર્મન ફિલ્મ “એસએમએસ ફર ડીચ” પર આધારિત છે.આ ફિલ્મનું પહેલા નામ “ટેક્સ્ટ ફોર યુ” હતું.પ્રિયંકા ચોપડા આ ફિલ્મમાં એક મહિલાનું પાત્ર ભજવે છે જે તેના પતિના મૃત્યુના દુઃખને દૂર કરવા સંઘર્ષ કરે છે. ફિલ્મની રિલીઝ વિશે મળેલી માહિતીથી ચાહકો ખૂબ જ ખુશ હતા.

ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી”નું દિગ્દર્શન જિમ સ્ટ્રાઉસ દ્વારા કરવામાં આવ્યું છે.તેણે ફિલ્મની પટકથા પણ લખી છે.આ ફિલ્મમાં રસેલ ટોવી, સ્ટીવ ઓરમ, ઓમિદ જલીલી, સોફિયા બાર્કલે, લિડિયા વેસ્ટ, અરિંજ કેને  અને સેલિયા ઇમરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મનું શૂટિંગ લંડન અને યુએસમા કરવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા 2019ની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. હવે તે એન્થની મેકી સાથે ‘એન્ડિંગ થિંગ્સ’, વેબ સિરીઝ ‘સિટાડેલ’ અને ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોવા મળશે.

 

Exit mobile version