Site icon Revoi.in

પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ

Social Share

દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વાડ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી. પતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રિયંકાએ ખુદને આઇસોલેટ કરી દીધી છે.અને અસમનો પ્રવાસ રદ કર્યો છે.

પ્રિયંકા ગાંધીએ ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પ્રિયંકાએ કહ્યું કે, તે ખુદને ક્વોરેનટાઇન કરી લીધી છે.તે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવી ગઈ હતી. તેણે તુરંત જ કોરોના તપાસ કરાવી. જેમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.પરંતુ ડોક્ટરે તેને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. પ્રિયંકાએ કહ્યું કે હું આ અસુવિધા બદલ માફી માંગું છું,હું કોંગ્રેસની જીતની કામના કરું છું

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.ભારતમાં એક દિવસમાં કોવિડ-19 ના 81,466 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,23,03,131 થઇ ગઈ છે. છેલ્લા 6 મહિનામાં સામે આવેલા સર્વાધિક નવા કેસ છે.

-દેવાંશી

Exit mobile version