Site icon Revoi.in

ગુજરાતમાં ‘મેરી માટી મેરા દેશ ઝૂંબેશ’ અંતર્ગત 9મી ઓગસ્ટથી 5 થીમ પર કાર્યક્રમો યોજાશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ  ગુજરાતમાં “મેરી માટી મેરા દેશ ઝુંબેશ” અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઊજવણી છે. આઝાદી કા અમૃત મહોત્સવનો વિધિવત રીતે તા.12 માર્ચ, 2021ના રોજ પ્રારંભ થયો હતો જે આગામી તા. 30 ઓગસ્ટ  2023 સુધીમાં પૂર્ણ થશે. ‘મેરી માટી મેરા દેશ’ એવા વીરોની પૂજા કરે છે જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજનો ત્યાગ કર્યો છે. આ ઝુંબેશ દેશભરની ગ્રામ પંચાયતોમાંથી માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના  નવીન કર્તવ્ય પથ લાવીને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની કલ્પના પ્રદર્શિત કરે છે જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ ઝુંબેશમાં  ગામડાઓમાંથી અંદાજીત 1,50 કરોડ લોકો જોડાશે અને 10 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ ઝુંબેશ મુખ્ય બે ભાગમાં એટલે કે સ્થાનિક કાર્યક્રમો  અને મિટ્ટી યાત્રા સ્વરૂપે યોજાશે.આ સિવાય ગુજરાતમાં તા.9 ઓગષ્ટથી 15 ઓગષ્ટ 2023 સુધીમાં સ્થાનિક કક્ષાએ મુખ્ય પાંચ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં શિલાફલકમનું (પથ્થરની તક્તીનું) નિર્માણમાં વીરોના બલિદાન અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપતાં શિલાફલકમાં વિરોના નામનો સમાવેશ કરવામાં આવશે. પંચપ્રાણ પ્રતિજ્ઞા + સેલ્ફી‌ જેમાં ગ્રામ પંચાયત સ્તરે ગ્રામજનો દ્વારા હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવશે.’વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ રોપાઓ વાવીને ઉછેર કરવામાં આવશે. વિરોને વંદન હેઠળ સ્થાનિક પરંપરાઓ અને રિવાજો મુજબ “વીરો” કે જેમાં સ્વતંત્ર સેનાનીઓ/સંરક્ષણ કર્મચારીઓ/રાજ્ય અને કેન્દ્રના પોલીસ દળોના કર્મચારીઓ કે જેઓએ દેશ માટે બલિદાન/યોગદાન આપેલ હોય તેમના પરિવારો માટે  સન્માન સમારોહ યોજવામાં આવશે.ગ્રામીણ કક્ષાએ કાર્યક્રમના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગ્રામ પંચાયતથી તાલુકા અને રાજધાની દિલ્હી સુધીની મિટ્ટી યાત્રાઓમાં ગ્રામજનો દ્વારા માટી એક્ત્રીકરણ,તાલુકા કક્ષાએ તમામ ગ્રામ પંચાયતોની માટીના કળશમાં એકત્રીકરણ કરીને યુવાનો દ્વારા દિલ્હી ખાતે નિયત કરેલ સ્થળે કળશ લઈ જવામાં આવશે.જ્યાં કર્તવ્ય પથ,નવી દિલ્હી દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંતિમ કાર્યક્રમ તા30 ઓગસ્ટના રોજ યોજાશે.

Exit mobile version