Site icon Revoi.in

સુરક્ષાદળોના માનવાધિકાર પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ, અરજીમાં પથ્થરબાજોનો ઉલ્લેખ

Social Share

ડ્યૂટી દરમિયાન ભીડના હુમલાઓનો ભોગ બનનારા સુરક્ષાદળોના જવાનોના માનવાધિકારના સંરક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે 19 વર્ષીય પ્રીતિ કેદાર ગોખલે અને 20 વર્ષીય કાજલ મિશ્રાની અરજી પર કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, જમ્મુ-કાશ્મીર અને રાષ્ટ્રીય માનવાધિકાર પંચને નોટિસ જાહેર કરી છે. અરજદારોનું કહેવું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો અને સેનાના કાફલા પર ઉગ્ર અને વિઘટનકારી ભીડના હુમલાની ઘટનાઓથી ઘણા વિચલિત છે.

રિપોર્ટ્સ મુજબ, બંને અરજદારો સૈન્ય અધિકારીઓની પુત્રીઓ છે. આમાના એક સૈન્ય અધિકારી હાલ સેવારત છે, જ્યારે અન્ય સૈન્યકર્મી સેવાનિવૃત્ત થઈ ચુક્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડ્યૂટી દરમિયાન ઉગ્ર ભીડના હુમલાનો ભોગ બનનારા સુરક્ષાદળના કર્મચારઓના માનવાધિકારોના ઉલ્લંઘન પર અંકુશ લગાવવા માટે એક નીતિ તૈયાર કરવામાં આવે. અરજદારોનું કહેવું છે કે સૈન્યકર્મીઓના માનવાધિકારોના ઉલ્લંઘનના અનેક કૃત્યો પર કારગર પગલા ઉઠાવવામાં પ્રતિવાદીઓના નિષ્ફળ રહેવાનું પરિણામ છે કે તેમને પોતાના કર્તવ્યોના નિર્વહનમાં અડચણો આવી રહી છે અને તેનાતીના સ્થાનો પર સુરક્ષાદળોની સુરક્ષાને પણ ખતરો ઉત્પન્ન થઈ રહ્યો છે. માટે તેમણે સીધી સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે.

અરજીમાં ભારતીય સેનાની ટુકડીઓ પર ઉગ્ર ભીડની પથ્થરમારાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે તેનાતીના સ્થાન પર શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની જવાબદારી નિભાવી રહેલા સુરક્ષાકર્મીઓની સાથે આ પ્રકારની ઘટનાઓને લઈને તેઓ ઘણાં પરેશાન છે. અરજીમાં સૈન્યકર્મીઓની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે પથ્થરમારો કરનારાઓની વિરુદ્ધ સ્વરક્ષણ કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી પર પણ મામલા નોંધવામાં આવી રહ્યા છે.

અરજી મુજબ, સૈન્યદળને કોઈપણ કર્મચારી વિરુદ્ધ તેના કોઈપણ ગુનાહિત કૃત્ય માટે એફઆઈઆર નોંધાવા પર વાંધો નથી. પરંતુ તેમની ફરિયાદ હિંસાને પ્રોત્સાહિત કરનારાઓ વિરુદ્ધ આવા પ્રકારની કાર્યવાહી નહીં કરવાને લઈને છે.

અરજીઓમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની વિધાનસભામાં એ ઘોષણા સ્તબ્ધ કરનારી છે કે પથ્થમારો કરનારાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 9760 એફઆઈઆર એટલા માટે પાછી ખેંચવામાં આવશે, કેરણ કે આ તેમનો પહેલો ગુનો હતો. અરજીમાં કહેવામાં આવે છે કે સરકાર સીપીસી-રણબીર પ્રક્રિયા સંહિતામાં રહેલી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર કોઈપણ વ્યક્તિની વિરુદ્ધ કોઈપણ એફઆઈઆર પાછી લઈ શકે નહીં. તેવી જ રીતે આવા ગુના માટે ફરિયાદકર્તા અથવા પીડિત પણ ગુનો કરનાર વ્યક્તિની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીનો હકદાર છે.