Site icon Revoi.in

PFI પર દરોડાના પાડવાના મામલે કેરળ બંધ અનેક શહેરોમાં વિરોધ અને તોડફોડની ઘટના

Social Share

તિરુવનન્થમપુરણ – વિતેલા દિવસને ગુરુવારના રોજ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા ત્યારે હવે આજરોજ દેશવ્યાપી દરોડા અને ધરપકડના વિરોધમાં સંગઠને આજે કેરળ બંધનું આહ્વાન કર્યું છે. બંધ દરમિયાન, રાજ્યના ઘણા શહેરોમાં તોડફોડ અને હંગામો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોઈમ્બતુરમાં બીજેપી કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ સાથે જ કેરળ બંધને ધ્યાનમાં રાખીને પોલીસે રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ વડાઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સહીત કોટ્ટાયમમાં બંધને સમર્થન આપી રહેલા લોકોએ પથ્થરમારો કરીને એક ઓટો રિક્ષા અને કારને નુકસાન પહોંચાડ્યું હતું. કાર્યકરો NIAના દરોડા અને PFI નેતાઓની ધરપકડનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં વિરોધ કરનારા દ્વારા અલુવા નજીક કંપનીપાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે એનઆઈએ અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગઈકાલે PFIની ઓફિસો અને સમગ્ર દેશમાં તેના ચીફ સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 100થી વધુ નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.