Site icon Revoi.in

રાજકોટમાં ગંદકી કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી, 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

Social Share

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તા.15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા માટેની ઝૂંબેશ દરમિયાન અવેરનેસ માટે શહેરીજનોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરને પ્લાસ્ટિક મુકત કરવા  મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા તેમજ કચરો ફેંકતા કુલ 61 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરી કુલ 9.7 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ  મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં. 2, 3, 7, 13, 14 તથા 17ના સેનેટરી ઇન્સપેકટર તેમજ સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ- 24 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 03 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 1, 8, 9, 10, 11 તથા 12નાં સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ-ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-24 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. અને 5.4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પુર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 તથા 18ના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતા પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ 13 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. અને 1.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.