Site icon Revoi.in

પંજાબઃ અમૃતસરની બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોન દેખાતા સેનાના જવાનો એ તોડી પાડ્યું

Social Share

ચંદિગઢઃ- પંજાબર રાદજ્ય પાસેઆવેલી સીમાઓ પર અવાર નવાર ડ્રોનની ઘુસણખોરીની ધટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આ પ્રાકરાની ઘટના સામે આવી છે,પ્રાપ્ત વિત પ્રમાણે અહી પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને સેનાના જવાનોએ તોડી પાડ્યું હતું  અને ફરી પાકિસ્તાનની નાપાક હરકડ પર પાણી ફરી વળ્યું હતું

વધુ વિગત પ્રમાણે બીએસએફની બોર્ડર આુટપોસ્ટ ડાઓકે ગઈકાલે રાત્રે પાકિસ્તાન તરફથી આવતું એક ડ્રોન જોવા મળ્યું હતું.રાત્રે ગુરદાસપુર સેક્ટરની 73મી બટાલિયન (અજનાલા) બીઓપીના જવાનોએ સરહદે ઉડતા પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો અને હળવા બોમ્બ ફેંકીને પીછો કર્યો આ ડ્રોન દેખાતાની સાથે જ  ફાયરિંગ કરવાનું શરું કર્યું  અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.

ડ્રોનને તોડી પાડ્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. આ ડ્રોન ક્વાડકોપ્ટર ડીજેઆઈ મેટ્રિસ 300 RTK એટલે કે ચાઈનિઝ ડ્રોન હોવાની માહિતી મળી છે. જો કે તેમાંથી હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. જો કે, એવી આશંકા છે કે માદક દ્રવ્ય કે હેરોઈનનું કન્સાઈનમેન્ટ ડ્રોન દ્વારા સરહદ પાર પહોંચાડવામાં આવ્યું છે. હાલ બીએસએફ દ્વારા સ્થળ પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

આ સહીત બીજી તરફ ઘટનાગ્રસ્ત આ વિસ્તારમાં બીએસએફના જવાનોએ થર્મલ સ્કેનિંગ દ્વારા પાકિસ્તાનના બે દાણચોરોની ઘૂસણખોરી પણ નોંધી હતી. આ ઘૂસણખોરી અને ડ્રોન મૂવમેન્ટનો સમય આસપાસ જ નોંધાયો છે.બની શકે આ ડ્રોન અને ઘુસણખોરી એક બીજા સાથએ સંબંધ ધરાવતા હોય