Site icon Revoi.in

પંજાબઃ- જવાહર નવોદય વિદ્યાલયમાં એક સાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા,વર્ગ બંધ કરાયા

Social Share

 

ચંદીગઢઃ- દેશભરમાં કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શંકાઓ સેવાઈરહી હતી, જો કે કોરોનાના કેસો છૂટાછવાયા દેશભરના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહ્યા છએ ત્યારે હવે પંજાબમાં પણ કોરોનાના કેસો આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પંજાબના મુક્તસર જિલ્લાના વડિંગ ખેડા ગામમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં એક સાથે 13 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. જિલ્લામાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયેલો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં એક-બે કેસ જ નોંધાઈ રહ્યા હતા. પરંતુ લાંબા સમય બાદ એક સાથે 13 વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગવાથી આરોગ્ય વિભાગ માં ચિંતા જોવા મળી રહી છે.

આ તમામ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા બાદ શાળાના વર્ગો 14 દિવસ માટે બંધ કરી દેવાયા છે. સિવિલ સર્જન ડૉક્ટરે આ બબાતે જણાવ્યું કે રિપોર્ટ આવ્યા બાદ 14 દિવસથી સ્કૂલના ક્લાસ બંધ છે. એટલું જ નહીં, કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને શાળામાં જ આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે એક સાથે 13 કેસ નોંધાતા અન્ય લોકો પણ આ વિદ્યાર્થીઓના સંપર્કમાં જો આવ્યા છે તો કેસ વધવાની ચિંતા છે.

જવાહર નવોદય એ એક હોસ્ટેલ છે તેથી બાળકોને અહીં રાખવામાં આવશે. બાળકોને ઘરે મોકલીને તેમના પરિવારોના લોકો સંક્રમિત  લાગવાનો ભય છે. થોડા દિવસો પહેલા વડીંગ ખેડા ગામની શાળાની આઠમા ધોરણની વિદ્યાર્થિનીને કોરોનાનું સંક્રમણ  લાગ્યું હતો. જે બાદ આરોગ્ય વિભાગે શાળાના તમામ 400 વિદ્યાર્થીઓ અને સ્ટાફના સેમ્પલ લીધા હતા. જેનો રિપોર્ટ મંગળવારે સાંજે મળ્યો હતો. જેમાં 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.