Site icon Revoi.in

પંજાબઃ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બિનઅનુભવી ગણાવીને કેપ્ટન અમરિંદરસિંહનું કોંગ્રેસ સામે આકરુ વલણ

Social Share

દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વિવાદ શાંત થવાને બદલે વધારે વકરી રહ્યો છે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ કેપ્ટન અમરિંદરસિંહે પ્રથમવાર કોંગ્રેસ સામે આકરુ વલણ અપનાવ્યું છે.

સુદ્ધુ અને કેપ્ટન વચ્ચે વિવાદના ઉકેલ માટે હાઈકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યાં હતા પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. હવે કેપ્ટને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બિનઅનુભવી કહ્યાં હતા. તેમજ કહ્યું હતું કે, જો કોંગ્રેસ સિદ્ધુને આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે તો સિદ્ધુને સીએમ બનતા અટકાવવા કોઈ પણ કુર્બાની આપીશ.

આ ઉપરાંત સિદ્ધુ સામે મજબુત ઉમેદવાર ઉતારવાની ચેતવણી આપી છે. સુદ્ધુ અને કેપ્ટન વચ્ચેના વિવાદની સીધી અસર પંજાબ કોંગ્રેસની સત્તા ઉપર પડશે. બંને નેતાઓ વચ્ચે ચાલતા વિવાદને પગલે કોંગ્રેસને પંજાબને સત્તાની બહાર જવુ પડે તો નવાઈ નહીં.

પંજાબના સીએમ પદને હટાવ્યા બાદ કેપ્ટન અમરિંદરસિંહએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સુદ્ધિને દેશ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યાં હતા. તેમજ કહ્યું હતું કે, આ પંજાબ માટે દુઃખદ સ્થિતિ છે કે સિદ્ધુ પોતાનું મંત્રાલય સંભાળી શકતા નથી, તો કેબિનેટને કેવી રીતે મેનેજ કરશે.

પ્રથમવાર અમરિંદરસિંહ રાહુલ અને કોંગ્રેસ ગાંધીને લઈને ખુલ્લીને બોલ્યાં છે. તેમણે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને બિન અનુભવી ગણાવ્યાં હતા. તેમમે કહ્યું કે, તેમના સલાહકાર તેમને ગુમરાહ કરી રહ્યાં છે. અમરિંદર સિંહે કહ્યું કે, તેઓ સૈનિક છે અને તેઓ કોઈ લડાઈમાં પાછા પગલા નહીં કરે.

પંજાબના પ્રભારી હરીશ રાવતે નવજોતસિંહ સુદ્ધુ પર ટ્વીટને લઈને કોંગ્રેસ તરફી સફાઈ આપતા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, તમે આતંકીને છોડીને આવ્યાં તે ઠીક છે બાકી લોકો ખોટા છે. તમે ગળે મળો તો ઠીક છે પરંતુ બીજા મળે તો ખોટુ છે. આમ બે માપદંડ ના હોય, તેમની ભાવના આવી જ રહી છે.

હરીશ રાવતે ટ્વીટ મારફતે સિદ્ધુ અને પાકિસ્તાનના પીએમ મોદી ઈમરાન ખાનની મિત્રતાનો બચાવ કર્યો હતો. જે ઉપર ભાજપ દ્વારા પટલવાર કરતા કહ્યું કે એનો જવાબ જનતા આપશે. નવજોતસિંહ સુદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા બાદ પાર્ટીમાં જૂથવાદ શરૂ થયો હતો. અંતે સિદ્ધુની ટીમે કેપ્ટન અમરિંદર સિંહને સત્તાથી દૂર કરી દીધા. હવે જોવાનું એ રહ્યું કે, કેપ્ટન પોતાના અપમાનનો કેવો બદલો લે છે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સામે કંઈ રાજકીય રમત રમે છે.