- પંજાબના સીએમ ભગવંત માન કરશે લગ્ન
- ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે કરશે લગ્ન
- માત્ર પરિવારની હાજરીમાં જ થશે લગ્ન
ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.સીએમ ભગવંત માન 7 જુલાઈ ગુરુવારે ચંડીગઢમાં ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભગવંત માનના છ વર્ષ પહેલા તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા થઈ ગયા હતા.તેની પહેલી પત્ની અને બંને બાળકો અમેરિકામાં રહે છે.થોડા મહિના પહેલા બંને બાળકો તેમના પિતાના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા.
એવું કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભગવંત માનની માતાની ઈચ્છા હતી કે તેણે પોતાનું ઘર ફરીથી વસાવવું જોઈએ, અને મુખ્યમંત્રીની માતા અને બહેન દ્વારા તેમના માટે કન્યાની પસંદગી કરવામાં આવી છે.
લગ્નની ધાર્મિક વિધિઓ ઘરે નાના ખાનગી સમારંભમાં કરવામાં આવશે, અને ફક્ત પરિવારના સભ્યો જ લગ્નમાં હાજરી આપશે. તેમના સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વર-કન્યાને આશીર્વાદ આપવા આવશે.