Site icon Revoi.in

રશિયામાં રિલીઝ થશે ‘પુષ્પા ધ રાઇઝ’,અલ્લુ અર્જુન ગ્રાન્ડ પ્રીમિયરમાં આપશે હાજરી

Social Share

મુંબઈ:છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથની ફિલ્મોએ ધૂમ મચાવી છે. આવી જ એક ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’. જેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણો પ્રેમ મળ્યો છે.આ ફિલ્મ બ્લોકબસ્ટર છે.આ ફિલ્મ માટે ચાહકોમાં ગજબનો ક્રેઝ જોવા મળ્યો હતો.’પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં હતી.જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર તેનો દબદબો રહ્યો હતો.’પુષ્પાઃ ધ રાઇઝ’ એ જંગી કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.

‘પુષ્પાઃ ધ રાઇઝ’એ નિર્માતાઓની અપેક્ષા કરતાં વધુ કમાણી કરી હતી.આ ફિલ્મને બધાનો અપાર પ્રેમ મળ્યો.સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ચાહકો પણ આ ફિલ્મમાં તેમના ફેવરિટ અભિનેતાને જોઈને ખૂબ જ ખુશ હતા.હવે ફિલ્મના ચાહકો માટે વધુ એક મોટા સમાચાર આવ્યા છે.’પુષ્પાઃ ધ રાઇઝ’ની લોકપ્રિયતા જોયા બાદ હવે આ ફિલ્મ રશિયામાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે.અલ્લુ અર્જુન આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં રશિયામાં ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા પણ જશે.

‘પુષ્પા ધ રાઇઝ’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું હતું. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત અભિનેત્રી રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં હતી.આ ફિલ્મ માટે રશ્મિકાને પણ ઘણી પ્રશંસા મળી હતી.તમિલની સાથે સાથે તેલુગુ, હિન્દીમાં પણ આ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારથી બોક્સ ઓફિસ પર સફળતા મળી છે ત્યારથી ચાહકો ફિલ્મના આગામી ભાગની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની વાર્તાની સાથે ફિલ્મના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

એવામાં આવતા મહિને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રશિયામાં રિલીઝ થશે.પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા પહેલા રશિયા પહોંચવાનો છે.અભિનેતા ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના પ્રમોશન માટે ટૂંક સમયમાં ત્યાં પહોંચશે.મેકર્સ અને સ્ટાર્સ ઈચ્છે છે કે,વધુને વધુ લોકો આ ફિલ્મ જુએ.એટલા માટે તે પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતો નથી.