Site icon Revoi.in

અભિનેતા આર. માધવનને કલા અને સિનેમાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા

Social Share

અભિનેતા આર. માધવનને કલા અને સિનેમાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ડીવાય પાટિલ એજ્યુકેશન સોસાયટી,કોલ્હાપુરએ ડોક્ટર ઓફ લેટર્સની ઉપાધી પ્રદાન કરી છે.50 વર્ષીય અભિનેતાને આ સન્માન એજ્યુકેશન સોસાયટીના નવમા દિક્ષાંત સમારોહમાં એનાયત કરવામાં આવ્યું.માધવને કહ્યું કે,’હું વાસ્તવમાં ખુબ જ સન્માનિત અનુભવું છું. તે મને આગળ વધવા અને નવા પડકારોનો સામનો કરવા પ્રેરણા આપશે.

90 ના દાયકાના અંતમાં શરૂઆત કરી ચૂકેલા આ અભિનેતાને 2000 માં ફિલ્મ નિર્માતા મણિ રત્નમની તમિલ રોમેન્ટિક ફિલ્મ ‘અલાઇપયૂથે’થી સફળતા મળી હતી. ત્યારબાદ તે ‘રેહના હૈ તેરે દિલ મેં’, ‘૩ ઇડિયટ્સ’, ‘તન્નુ વેડ્સ મનુ’ અને 2017ની રોમાંચક ફિલ્મ ‘વિક્રમ વેધા’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં નજરે પડ્યા હતા. તેણે 2018 માં એમેઝોન પ્રાઇમ વીડિયોની ‘બ્રીધ’ માં કામ કર્યું હતું.

માધવન હાલમાં તેની દિગ્દર્શકની પહેલી ફિલ્મ ‘રોકેટ્રી: ધ નાંબી ઇફેક્ટ’ના પ્રદર્શનની રાહ જોઈ રહ્યા છે. તે તેમાં અભિનય કરતા નજરે પડશે. આ ફિલ્મ જાસૂસીના આરોપી ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠનના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નાંબી નારાયણનના જીવન પર આધારિત છે.

-દેવાંશી