Site icon Revoi.in

આર માધવનના પુત્રના થઈ રહ્યા છે વખાણ- સ્વિમિંગમાં 7 નેશનલ એવોર્ડ જીતીને પિતાનું નામ રોશન કર્યું

Social Share
 

મુંબઈઃ- બોલિવૂડ એક્ટર આર માધવન હંમેશા પોતાની સાદગી માટે જાણીતા છે. બોલિવૂડમાં તેઓ પાર્ટીઓથી દૂર રહીને તે પોતાના પરિવારને મહત્તમ એવો સમય આપે છે. આ સાથે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો માધવન પોતાના પરિવાર અને તહેવારોના ફોટો ફેન્સ સાથે શેર કરતા રહે છે.ત્યારે હવે તાજેતરમાં જ માધવને તેના પુત્ર વેદાંત માધવન સાથેના તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. ખરેખર, વેદાંત માધવન એક મહાન સ્વિમર છે. વેદાંતે ફરી એકવાર પોતાના માતા-પિતા અને દેશનું નામ રોશન કર્યું છે. વેદાંતે તાજેતરમાં સ્વિમિંગમાં 7 નેશનલ એવોર્ડ જીત્યા છે. ત્યારથી, ચાહકો આર માધવનને અભિનંદન આપી રહ્યા છે અને તેના સંસ્કારના વખાણ કરતા થાકતા નથી.

વેદાંતે બેંગ્લોરમાં આયોજિત 47મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા છે. વેદાંતે આ ચેમ્પિયનશિપમાં ચાર સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

રાજ્યસભાના સભ્ય અભિષેક મનુ સિંઘવીએ પણ સોશિયલ મીડિયા પર વેદાંતની જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું- ગુડ જોબ વેદાંત.. અમને તમારા અને તમારા ઉછેર પર ગર્વ છે.

મળતી માહિતી પ્રમાણે  રિઆર માધવનના પિત્ર વેદાંતે 800 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, 4×100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ અને 4×200 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા છે. જ્યારે તેણે 100 મીટર, 200 મીટર અને 400 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

એક બાજુ આર માધવવના પુત્રના વખામ થી રહ્યા છએ તો તેની સરખામણી બીજ તરફ શાહરુખખાન ના પુત્ર આર્યન ખઆન સાથે કરવામાં આવી રહી છે,યુઝર્સ વેદાંત અને આર માધવનના વખાણ કરતા થાકતા નથી તો બીજી તરફ શાહરૂખનો પુત્ર આર્યન ખાન જેલમાં છે. યૂઝર્સ  ધાર્મિક વિધિઓની તુલના કરી રહ્યા છે. યુઝર્સના મતે એક દેશ માટે મેડલ જીતી રહ્યો છે અને બીજો ડ્રગ્સના ફંડામાં ફસાયો છે.